Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શાળા દીઠ સો રોપાં મળશે, રાજ્ય વનવિભાગનો નિર્ણય
ગુજરાતસરકારના વન વિભાગ દ્વારા રોપાઓનો ઉછેર કરીને રોપાઓ વન મહોત્સવ કાર્યક્રમો દ્વારા વાવેતર કરવામાં આવતું હતું જેમાં વાવેતર અને ઉછેર સૌથી વધુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થતું હતું અને ઉછેર સૌથી વધુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થતું હતું પરંતુ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બુધ્ધિ પ્રદર્શનની જેમ શાળા દીઠ એક હજાર રોપાઓ અપાતા હતાં તેના બદલે 90 ટકા કાપ કરી દરેક શાળા દીઠ 100 રોપા નકકી કરવામાં આવ્યા છે.
નવાઇની વાત છે કે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની અણઘડતા કેવી છે કે વિદ્યાર્થી દીઠ એક રોપો હોય તેના બદલે 500 વિદ્યાર્થીની શાળાને પણ સો રોપા અને 50 વિદ્યાર્થીની શાળાન પણ સો રોપા આપવામાં આવે છે. વૃક્ષ ઉછેરની વાતો સાંભળનાર અને પાઠય પુસ્તકમાં ભણનાર વિદ્યાર્થીને જો સરકાર વૃક્ષારોપણ માટે એક રોપો પણ મફત ના આપે તો હરિયાળુ ગુજરાત કર્યાથી થાય. સરકાર વૃક્ષો ઉગાડવા માટે અનેક યોજના અને દરેક શાળા અને કોલેજોમાં મોટા ભાગે રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે.
પાણી દિવસે-દિવસે ઘટતા જતાં હેાય તથા ખેડૂતો ફલાઉ સિવાયના રોપાઓ વાવતા પણ નથી ત્યારે જંગલ ખાતા દ્વારા આસોપાલવ, લીમડા, બખાઇ આંબલી, બંગાળી બાવળ, કાસીદ, ગુલમહોર જેવા રાેપાઓનો કોઇ લેવલ ના હોય છેલ્લે વન મહોત્સવના નામે ગામ દીઠ ખટારા ભરીને દઇ દેવાય છે જેમાં મોટાભાગના રોપા ઉછેર થતાં નથી સરકારી નિયમની ભારે ટીકા થઇ રહી છે.
અગાઉ શાળા દીઠ 1000 રાેપાં મળતા હતાં