Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધરમપુર વાડી શાળામાં 51 વૃક્ષનું વાવેતર કરાયું
ખંભાળિયાશહેર નજીકની ધરમપુર વાડી પ્રા.શાળા ખાતે તાજેતરમાં રઘુવંશી મહિલા મંડળ ખંભાળિયા દ્વારા 51 ઝાડનું વાવેતર કરવામાં આવ્યંુ. કાર્યક્રમમાં રઘુવંશી મહિલાના સભ્ય જેમીનીબેન મોટાણી, ભાવનાબેન કાનાબાર, શુશીલાબેન, દક્ષાબેન, રાખીબેન માણેક, ધારાબેન લાલ અને ચાંદનીબેન હાજર રહયા હતાં જેમીનીબેન મોટાણી અને નીનાબેન માણેકના આર્થિક સહયોગથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય સપનાબેન રૂપારેલ અને શાળાના શિક્ષકો દ્વારા પુરો સહકાર આપવામાં આવ્યો હતો બાળકોને ધારાબેન દ્વારા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રઘુવંશી મહિલાઓએ પોતાની જાત મહેનતથી તમામ વૃક્ષોનું વાવેતર કર્યુ હતું.
છેલ્લા ચાર મહિનાથી ભાવિષાબેન બુધ્ધદેવના માર્ગદર્શન હેઠળ રઘુવંશી મહિલાઓ દ્વારા નાના-મોટા વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહયું છે જેમાં સ્કુલો, મંદિરો, શેરી-ગલ્લીઓમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહયું છે અને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં અાવે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહિલાઓ એક મંચ પર શપથ લીધા હતા અને શપથનું જોરદાર પાલન કરી મહિલાઓ દ્વારા વધુ વૃક્ષોનું વાવેતર થાય અને શહેરને પ્રદુષણ મુકત કરવાનું અભિયારણ હાથ ધરાયું છે. ખાસ કરીને સ્કુલોમાં વૃક્ષોના વાવેતરથી નાના બાળકોને સારૂ વાતાવરણ મળી રહે અને સ્વાસ્થ્ય સારૂ અને તંદુરસ્ત રહે તે હેતુથી સ્કુલોમાં વૃક્ષોનું રોપણ હાથ ધરાયું છે.
કાર્યક્રમ શહેરમાં સાથે ગ્રામજનોમાં પણ આવકારદાયક બની રહયો હતો અને શાળાના દરેક બાળકોમાં વૃક્ષો સાથે પ્રકૃતિ પ્રત્યે લગાવ જાગે તેમજ પ્રદુષણ રહિત પર્યાવરણ માટે વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવે તે બાબત ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
તંત્રનો સહયોગ પણ જરૂરી
વૃક્ષારોપણ,વૃક્ષ ઉછેર, કાળજીથી જતન કરવું તે અત્યંત મહત્વનું સાથે-સાથે કપરૂ કામ છે તેમાંય નાના છોડનું રક્ષણ કરવું તો ખૂબ કપરૂ છે માટે ટ્રી ગાર્ડ પણ જરૂરી છે આવા સંજોગોમાં જહેમત ઉઠાવનાર બહેનોને નગરપાલીકા, પંચાયત દ્વારા સહયોગ મળે તેમજ મહામૂલા વૃક્ષના રોપણ બાદ નાજુક છોડના રક્ષણ માટે જરૂરી તમામ ટ્રી ગાર્ડ નગરપાલિકા સહિતના તંત્રએ પુરા પાડવા જોઇએ. ફોરેસ્ટના વિસ્તરણ વિભાગે પણ વૃક્ષારોપણ અને ઉછેર પ્રવૃતિને પ્રોત્સાહન આપવા વધુ માત્રામાં વૃક્ષ છેાડ તેમજ ટ્રીગાર્ડ પુરા પાડવા જોઇએ હાલ દ્વારકા િજલ્લામાં વૃક્ષોની હેકટર દીઠ સામાન્ય રીતે હોવી જોઇએ તેટલી નથી ત્યારે આવી પ્રવૃતિને પ્રોત્સાહીત કરવા તંત્રનો સહયોગ પણ જરૂરી અને અગત્યનો બની રહે છે.
ખંભાળિયાની પ્રાથમિક સ્કૂલમાં બાળકો દ્વારા 51 નાના-મોટા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. }કુંજન રાડિયા
ખંભાળિયામાં મહિલા સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંગેનો સેમિનાર સંપન્ન