Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારી કચેરીઓ 5 કિલોમીટર દૂર જતા સામાન્ય લોકોને રિક્ષાભાડા ખર્ચવા પડશે
ખંભાળિયામાં કચેરીનું સ્થળાંતર થતાં રોષ
મામલતદાર, તાલુકા કક્ષાની કચેરીઓ સ્થાનિક જગ્યાએ કરવામાં આવે તેવી માગણી
ભાસ્કર ન્યુઝ ખંભાળીયા
દેવભુમીદ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા શહેરમા જિલ્લાકક્ષાની તમામ કચેરીઓ કાર્યરત છે. હાલ એસટી નિગમ સામે કલેકટર, પ્રાંતઅધિકારી, મામલતદાર, સિટી સર્વે, તેમજ તાલુકાકક્ષાની કચેરીઓ 2.5 લાખ ચોરસફૂટમા કાર્યરત છે.
હાલ તમામ કચેરીઓનુ નવુ સંકુલ આગામી બે મહિનામા નિર્માણ પામશે અને તમામ કચેરીઓનુ પાંચ કિમી દુર ધરમપુર ગ્રામપંચાયતની જગ્યામા સ્થળાંતર થસે. તેથી લોકોએ વિરોધ દર્શાવ્યો છેકે મામલતદાર કચેરી અને તાલુકાકક્ષાની કચેરીઓનુ સ્થળાંતર રોકી દેવામા આવે જેથી સામાન્ય લોકોને ધરમપુર ધક્કો ખાવો પડે અને રિક્ષાના ભાડા બચાવી શકાય.
દ્વારકા જિલ્લામા મુખ્ય મથક ખંભાળીયામા જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ 5 કિમી દુર ધરમપુર ગ્રામપંચાયતમા સ્થાળાંતર કરવામા આવી રહી છે. અહિ નવુ સંકુલ બનતા બે થી ત્રણ મહિના જેટલો સમય લાગશે. લોકોએ વિરોધ નોંધાવ્યો છેકે હાલ મામલતદાર અને તાલુકાકક્ષાની કચેરીઓ એસટી નિગમની સામે કાર્યરત છે.
આશરે 2.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામા ફેલાયેલી છે. અહી કલેકટર, પ્રાત, મામલતદાર, સિટી સર્વે જેવી કચેરીઓનુ કાર્યવાહી કરી રહી છે. તમામ કચેરીઓનુ સ્થળાંતર કરવામા આવશે. લોકો દ્વારા જાણવા મળ્યુ છેકે સ્થળે જિલ્લાના તમામ કામો જેવાકે રાશનકાર્ડ, 7-12, 8-અ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા, બીપીએલ, જેવી અનેક કાર્યવાહીઓ થતી હતી, જે હવે પાંચ કિમી દુર નવા સંકુલમાં કરવામાં આવશે.
જેથી સામાન્ય લોકોને રિક્ષાભાડાનો 100 રૂપીયા જેટલો ખર્ચ કરવા પડશે. તેમજ એક ધક્કે કામ પુર્ણ થયુતો અનેક ધક્કા ખાવા પડશે અને તેટલાજ રિક્ષાભાડા પણ ખર્ચવા પડશે જેથી લોકોએ કલેકટરને રજુઆત કરી છેકે તાલુકાકક્ષાની અને મામલતદાર કચેરીઓ સ્થાનીક જગ્યાએજ રાખવામાં આવે.
સરકારી તંત્ર દ્વારા તમામ કચેરીઓને પાંચ કિલોમીટર જેટલી દૂર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે લોકોની મુશ્કેલીઓને ધ્યાને રાખી કચેરીઓ ખસેડવા લોકોની માગ છે.
ખંભાળિયાની અંદર આવેલી વિવિધ સરકારી વિભાગોની કચેરી. તસવીર- ભાસ્કર
હાલ એસટી નિગમ સામે તમામ કચેરીઓ કાર્યરત હોવાથી અહિની બધી કચેરીઓનુ સ્થળાંતર થસેતો કચેરીઓ શોભાના ગાંઠીયા જેવી બની જશે અને સમગ્ર કચેરીઓ હાલ આધુનીક બનાવવમા આવી છે. જેથી અહી તાલુકાકક્ષની કચેરીઓ રાખવાથી લોકોને હાલાકી ઓછી થસે અને કચેરીઓનુ પણ દેખરેખ રાખી શકાશે. શહેરમા લાખો ફૂટ જગ્યામા આધુનીક અને સુવિધાસભર જિલ્લા કલેકટર કચેરીના વિસ્તારમા જે સ્થાનીક કચેરીઓ રાખવાથી લોકોને ભારે સુવિધા બની રહે અને હાઇવે પરના ધકકાથી મુકતી મળે તે માટેનો સુર જિલ્લાના સત્તાવાળાઓ ઉપરાંત મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામા આવી છે.
કચેરીસ્થાનિક જગ્યાએ રાખવાથી હાલાકી ઘટશે
સ્થાનીકલોકોએ જણાવ્યુ હતુકે તાલુકાકક્ષાની કચેરીઓ સિવાય તમામ કચેરીઓ સ્થળાંતર થવાથી લોકોને પાંચ કિમી દુર કાર્ય પુર્ણ કરવાની તકલીફ નહી આવે પરંતુ સામાન્ય કામો માટે પાંચ કિમી દુર જવુ અને સામાન્ય કામોમા રિક્ષા ભાડા ખર્ચ કરવા સામાન્ય લોકોને પોસાય નહી.
આધુનિક કચેરીઓ શોભાના ગાંઠિયા બની જશે