તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરજનોની માઠી | એક સુવિધા મળે ત્યાં તો બીજી છીનવાઇ ગઇ હોય!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં આડેધડ ખોદેલા રસ્તાઓના લીધે ઠેર ઠેર સર્જાય છે ટ્રાફિકજામ

ખંભાળિયામાં આડેધડ થતાં ખોદકામથી પાણીની લાઇન તૂટતાં કીચડનું સામ્રાજ્ય

ખંભાળિયાશહેરમાં નગરજનોની જાણે માઠી બેઠી હોય તેમ ગટર, પાણીની લાઇનોના કામોના કારણે બેફામ રીતે થતા ખોદકામ તથા ઉભરાતી ગટરોના કારણે લોકો ગળે આવી ગયા છે. યાતનામાંથી લોકોને કયારે મુકિત મળશે તેવા વેધક સવાલો પણ પુછાઇ રહયા છે.

ખંભાળિયા શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ અંતિમ ચરણમાં હોય અને કામ સમય મર્યાદામાં પુરૂં થઇ શકતાં હાલ શહેરમાં આડેધડ રીતે ગટર તથા પાણીની પાઇપ લાઇનોના પણ સાથે કામો હાથ ધરાયા છે. ભૂગર્ભ ગટરના કામો માટે જેસીબી, હીટાચી જેવા મશીનોની મદદથી હાલ ચાલી રહેલા કામોના કારણે શહેરના મુખ્ય માર્ગો ઉપરાંત ગલીઓમાં પણ પુર જોશમાં બન્ને કામગીરી હાથ ધરાતાં શહેરમાં ધૂળ, ખાડા, ટેકરા અને રેતી, પથ્થરના ઢગલાઓ જોવા મળી રહયા છે. ઠેર-ઠેર ચાલતા કામોથી ધૂળ, ગંદકીનું સામ્રાજય વધી ગયું છે. અધુરામાં પુરૂં ખોદકામ દરમિયાન પાણીની મેઇન લાઇનો તથા ગટરોમાં પણ ભાંગ-ફુટ થવાના કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગે છે જેના પગલે કીચડ ભર્યા રસ્તે નગરજનો, વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ રહયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ છે. ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેઇટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઇટ ઉપરાંત પોશ વિસ્તારો નવાપરા, રામનાથ સોસાયટી, સ્ટેશન રોડ વિગેરે સ્થળોએ ઠેર-ઠેર ખોદકામ તથા માટીના ઢગલાઓ પડયા છે. સ્થળે ખોદેલા રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઇ જાય છે.

કામદારોની હડતાળથી હાલાકીમાં વધારો

શહેરના તમામ રોડ જાણે ગાયબ

વિવિધયોજનાઓના કામોથી રસ્તાઓનું ખોદકામ હાથ ધરાતાં શહેરના તમામ વિસ્તારોમાંથી ડામર રોડ, સીસી રોડ ખોદી નાખવામાં આવતાં શહેરમાંથી જાણે તમામ રસ્તાઓ ગુમ થઇ ગયાનો ભાસ નગરજનો કરી રહ્યા છે.

લોખંડ કાઢવા માટે ઊમટતા ગરીબો

પાઇપલાઇન તથા ભૂગર્ભ ગટરના કામોમાં સીસી રોડ જયાં ખોદવામાં આવે છે તે સ્થળોએથી લોખંડના સળિયાઓ નીકળતા હોવાથી ગરીબો અને શ્રમિકો જગ્યાએ વહેલી સવારથી લોખંડના સળિયા બેવડા વાળી ખેચી કાઢીને ગુજરાન ચલાવવા માટે દોડી આવે છે.

કપરી પરિસ્થિતિ વચ્ચે સોમવારથી અહિંના તમામ સફાઇ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતાં સફાઇ કાર્ય ઠપ્પ થઇ ગયું છે. કચરાના ઢગલા તથા ઉભરાતી ગટરોના કારણે શહેરમાં નર્કાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...