• Gujarati News
  • કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની ઠોકરે સલાયાના યુવાનને ઇજા

કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની ઠોકરે સલાયાના યુવાનને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર :ખંભાળિયા તાલુકાના સલાયામાં રહેતો હુશેન આમદભાઇ ભાયા નામનો ત્રીસ વર્ષનો મચ્છીયારા યુવાન કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામના પાટિયા પાસેથી જઇ રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને ઠોકરે લેતા હુશેનને ફેકચર સહિતની ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. અકસ્માત સર્જી, અજાણ્યો વાહન ચાલક નાશી ગયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ભાટિયા પોલીસે આરોપી ચાલકની શોધખોળ હાથ ધરી છે.