• Gujarati News
  • જિલ્લા કલેકટર પંડયા તથા એડી. કલેકટર પારેખે વિગતો આપતા જણાવ્યુ

જિલ્લા કલેકટર પંડયા તથા એડી. કલેકટર પારેખે વિગતો આપતા જણાવ્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેકટર પંડયા તથા એડી. કલેકટર પારેખે વિગતો આપતા જણાવ્યુ હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-ભાણવડના મત વિસ્તારોની ખંભાળિયા ધારાસભાની ચંંૂટણી યોજાઇ છે. પરંતુ આચારસંહિતા સમગ્ર જિલ્લામાં લાગુ પડશે. અને તા. ૧૬-૮ થી ૧૬-૯ પરિણામ સુધી રહેશે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ અન્ય બે તાલુકાઓમાં જયાં ચૂંટણી નથી ત્યાં વિકાસ કાર્યોમાં કેટલીક છુટછાટ આપવામાં આવશે. તા. ૨૭-૮ સુધી ફોર્મ લેવાનું ચાલુ રહેશે.
ખંભાળિયા વિધાનસભાની તા.૧-૧-૧૪ની સ્થિતિની મતદાર યાદી મુજબ મતદાન થશે. કુલ ૨૮૮ મતદાન મથક છે. જેમાં ૧૨૬૭૪૩ પુરૂષો તથા ૧૧૫૭૩૩ સ્ત્રીઓ અને ૮ અન્ય મળી ૨૪૨૪૮૪ કુલ મતદારો છે. તથા દરેક મતદારને ફોટોકાપલી આપવામાં આવશે. જે મતદાર પુરાવા તરીકે પણ માન્ય રાખવામાં આવશે. ચૂંટણી મતદાન માટે જુનાગઢથી ઇલેકટ્રોનિક વોટીંગ મશીનો આવી ગયા છે. જેનું ગઇકાલે ચેકીંગ થશે. મતદાન મથકો અગાઉ લોકસભા ચૂંટણી મુજબ રખાયા છે. તેમાં કોઇ ફેરફાર થયો નથી.
જિલ્લા કલેકટર એસ.કે. પંડયા દ્વારા આજે રાજકીય પ ાનો સાથે બેઠક યોજીને તેમને પણ આ જાણકારીથી વાકેફ કરાયા હતા. ચૂંટણીની તારીખથી ૪૮ કલાક પહેલા ખંભાળિયા વિધાનસભા વિસ્તાર સિવાયના કોઇ આ વિસ્તારમાં ના રહે તે માટે ખાસ કાર્યવાહી પણ કરવામાં આવશે. આચારસંહિતાના ભંગ અંગે કોઇપણ ફરિયાદ ૨૩૪૦૦૩ ઉપર કરી શકાશે તથા ખર્ચના અધિકારી તરીકે મહેન્દ્રસિંગની નિયુકિત કરવામાં આવી છે. ચૂંટણી મતદાન દિને તથા ગણતરીના દિને લોકોને જાણકારી મળી રહે તે માટે મીડિયા સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. ખંભાળિયા વિધાનસભાની અત્યાર સુધીમાં થયેલી ચૂંટણીઓ શાંતિપૂર્ણ થઇ હોય આ વખતની ચૂંટણીમાં લોકોને સહકાર આપવા જિ. કલેકટર પંડયાએ અપીલ કરી હતી.
ચેકગિં સ્કવોડો નિમાઇ : કંટ્રોલરૂમ શરૂ
ચૂંટણી અધિકારી કેલૈયાએ જણાવ્યુ હતું કે, ધારાસભાની ચૂંટણીના સંદર્ભમાં વીડીયો સર્વેલ્યંસ ટીમ તથા વીડીયો વ્યુ વ્યુઇંગ ટીમ, ખર્ચ તથા આચારસંહિતા માટે તથા ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટીક સ્કવોડ ચેકપોસ્ટ શરૂ થઇ છે. જેમાં નિયમ મુજબ ૫૦ હજારથી વધુ રોકડ અને કંઇ આધાર નહીં હોય તો નાણાં જપ્ત કરી આગળની કાર્યવાહી થશે. જિલ્લામાં ચૂંટણી કંટ્રોલરૂમ શરૂ કરાયો છે જેનો નં. ૨૩૪૦૦ છે.
આઇટીઆઇ બિિલ્ડંગમાં મતગણતરી
ખંભાળિયા વિધાનસભાના ચૂંટણી અધિકારી તરીકે ડે. કલેકટર એચ.આર. કેલૈયાની નિયુકિત થઇ છે. તથા જિલ્લામાં પ્રથમ વખત ધારાસભાની મત ગણતરી તા. ૧૬-૯ના રોજ જામનગર રો