તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની સવલત વધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાથીકરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સવલતો ધરાવતી સરકારી હોસ્પિટલમાં એમબીબીએસ તબીબોની ઘટ વચ્ચે સ્પેશ્યાલીસ્ટ તબીબોની સુંદર સગવડ ઉપલબ્ધ થતાં દર્દીઓ જિલ્લામાંથી ખંભાળિયા આવતા રોજ 800-1000 આઉટડોર પેશન્ટની સંખ્યા વધી રહી છે.

ખંભાળિયાની જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો. એચ.પી. દેવમુરારીએ જણાવ્યું હતું કે, ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આરોગ્યની સેવા લોકોને વધુને વધુ વિશેષ ક્ષેત્રોની સારી રીતે પ્રાપ્ત થાય તે માટે તંત્ર પ્રયત્નશીલ છે.

ખંભાળિયાના અધિક્ષક ડો. એચ.પી. દેવમુરારી હાલ સર્જન તરીકે સેવા આપે છે. ગાયનેક સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ડો. સોંદરવા સેવા આપે છે, હાડકાના ઓર્થો સર્જન તરીકે ડો. અમિત નકુમ છે. લેબોરેટરીમાં પેથોલોઝર તરીકે ડો. કનારા છે. માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે ડો. પાથલ મંકોડી છે. ચામડીના નિષ્ણાંત તબીબ તરીકે ડો. મોના પુરોહિત છે. એનેથેસેસિયા તબીબ ડો. કેતન જોશી, આંખના નિષ્ણાંત તબીબ તરીકે ડો. લીંબાચીયા, આંખ,કાન ગળાના ઇએનટી સ્પેશ્યાલીસ્ટ તરીકે ડો. પવન શર્મા તથા માનસિક રોગોના મનોચિકિત્સક તરીકે ડો. કૌશલ શાહ છે. ઉપરાંત ડો. સત્યજીત રાજન, ડો. સૈયદ, ડો. ગેડીયા વિગેરે પણ સેવા આપી રહયા છે.

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તથા પ્લાસ્ટીક સર્જન જેવી જગ્યાઓ ખાલી છે જે ભરવા માટે આરોગ્ય વિભાગને રજૂઆત કરાઇ છે. દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયામાં આવી રીતે આટલા સ્પેશ્યાલીસ્ટ તબીબોની સવલતો પ્રાપ્ત થતી હોય તથા તેના અનુરૂપ સાધનો હોય દર્દીઓએ લાભ લેવા માટે અધિક્ષક ડો. દેવમુરારીએ જણાવ્યું હતું.

સર્જનની જગ્યા ખાલી, આરોગ્યતંત્રને રજૂઆત

માત્ર MBBS તબીબોની ઘટ છે જે તાકીદે પૂરવી જરૂરી

અન્ય સમાચારો પણ છે...