તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • નોટબંધીના વિરોધમાં દ્વારકા કોંગ્રેસ દ્વારા સાંસદની ઓફિસનો ઘેરાવ

નોટબંધીના વિરોધમાં દ્વારકા કોંગ્રેસ દ્વારા સાંસદની ઓફિસનો ઘેરાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્રારા તાજેતરમાં મોટી ચલણી નોટોને બંધ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા દ્વારકા જિલ્લામાં ઉગ્ર દેખાવ કરાયા છે. દેશમાં કોંગ્રેસ દ્વારા જૂદી જૂદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે રવિવારે જિલ્લા કોંગ્રેસ દ્વારા દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. તેમજ વિરોધ પ્રદર્શનમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતાને સાથ આપવા માટે કોંગી આગેવાનોએ અપીલ કરી હતી.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટી ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બે દિવસથી સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે રવિવારે દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની ઓફિસનો ઘેરાવ કર્યો હતો.

પ્રસંગે કોંગી આગેવાનોએ પત્રિકા આપીને પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ મહામંત્રી એભાભાઈ કરમુર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી.એસ.જાડેજા, મેરગ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોને પણ આગળ આવવા અપીલ કરી હતી.

પત્રિકા આપી નોંધાવ્યો વિરોધ : જનતાને આગળ આવવા અપીલ

જન આક્રોશ સપ્તાહને લોકો દ્વારા પ્રતિસાદ સાંપડ્યો

અન્ય સમાચારો પણ છે...