તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરમાં નવું 66 કે.વી. સબ સ્ટેશન બનાવવા માગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાના પુર્વ ધારાસભ્ય તથા સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના પ્રમુખ મેઘજીભાઈ ની રજુઆતથી ખંભાળિયા તાલુકાના સિદ્ધપુરમા નવું 66 કે.વી.વીજ સબ સ્ટેશન બનાવવા માંગણી ઉઠવા પામી છે.

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય તથા સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ મેઘજીભાઈ કણઝારિયાએ ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામે નવું છાંસઠ (66) કે.વી.વીજ સબ સ્ટેશન બનાવવા માટે ઉર્જા મંત્રી ચીમનભાઈ શાપરિયાને રૂબરૂ મળી સમસ્યા વિશે રજૂઆત કરવાામાં આવી છે.

રજૂઆતમાં તેમણે જણાવ્યું હતુ કે ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર,મોવાણ, કનકપર,નવી મોવાણ, માળી, જામપર,ધુમથર,ચપર,વગેરે અનેક ગામો એવાં છે કે જેમને નજીક મા છાંસઠ (66) કે.વી. સબ સ્ટેશન હોવાને કારણે લાંબી લાઇનો વીજ ફીડરો મા જોળેલી હોવાને કારણે વિસ્તાર મા લાઈટ નો મોટો પ્રશ્ન રહે છે.

તથા લાંબી લાઈનો ને લીધે વીજ વિક્ષેપ પણ થતો હોય છે. જો સિદ્ધપુર ગામે 66 કે.વી.સબ સ્ટેશન ઉભુ કરી દેવામાં આવે તો તમામ ગામો ને વીજ પુરવઠો મળી રહે અને વીજ ને લગતા પ્રશ્નો હલ થઇ જાય તેવું હોય. અહીં 66 કે.વી.સબ સ્ટેશન ઉભું કરવા રજૂઆતો કરી છે.

પૂર્વ ધારાસભ્ય કણઝારિયાની રજૂઆત

આસપાસના ગામોમાં થાય છે વીજ વિક્ષેપ

અન્ય સમાચારો પણ છે...