તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • મહાશિવરાત્રિએ બ્રહ્માકુમારીઝ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

મહાશિવરાત્રિએ બ્રહ્માકુમારીઝ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાશિવરાત્રીનાપવિત્ર પર્વ નિમિતે ખંભાળિયાની જાણીતી ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા સોમવારે અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયેાજન કરવામાં આવ્યું છે.

સોમવાર તા. 7મીના રોજ શિવરાત્રી પર્વ નિમિતે ખંભાળિયામાં તિરૂપતિ સોસાયટી ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા સવારે આઠ વાગ્યે બર્ફીલા અમરનાથની ઝાંખી, બપાેરે બે વાગ્યાથી કળશ યાત્રા, સાંજે સાત વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયેાજન કરાયું છે.

પ્રસંગે ઉદ્દઘાટક તરીકે દ્વારકા િજલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તથા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઇ આચાર્ય અને નગરપાલિકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ સાથે ડીવાયએસપી જે.સી. કોઠીયા, મયુરભાઇ ગઢવી વિગેરે ઉપસ્થિત રહેનાર છે.તા. 13મી માર્ચના રોજ અલવિદા તનાવ રાજયોગ શિબીરનું આયોજન મ્યુ. ગાર્ડનમાં અાવેલા યોગ કેન્દ્ર ખાતે સાંજે 5 થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. દર મહિનાની વદ તેરસને શિવરાત્રિ તરીકે માણવામાં આવે છે, ઘણા ભાવિકો દ્વારા શિવરાત્રિનું વ્રત પણ કરવામાં આવતું હોય છે ત્યારે મહાશિવરાત્રિને લઇને ભાવિકોમાં ઉત્સાહ છે.

અન્ય સમાચારો પણ છે...