તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકામાં 19.21 કરોડના કામોનું ખાતમુહૂર્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા રૂ.19.21 કરોડના વિકાસકામોનું રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તમામ કામો આગામી જન્માષ્ટમી પૂર્વે પૂરા કરી દેવાનો તંત્ર દ્વારા કોલ આપવામાં આવ્યો હતો.

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભારત સરકાર દ્વારા રૂ.19.21 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. કરોડોના ખર્ચે થનારા વિકાસકામો પાંચ ઝોનમાં પરીવ્રતિત કરવામાં આવ્યા છે, જે મુજબ દ્વારિકાધીશ મંદિર વિસ્તારમાં રૂ.2.77 કરોડના, માર્કેટ સ્કવેરમાં રૂ.3.66 કરોડના, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રૂ.3.52 કરોડના, દર્શનપથ ઇસ્કોન ગેઇટ વિસ્તારમાં રૂ.7.31 કરોડના અને દર્શન પથ તીનબત્તી ચોકમાં રૂ.1.95 કરોડના ખર્ચે કામ કરવામાં આવશે.

પ્રસંગે કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, તમામ કામો આવનારી જન્માષ્ટમી પૂર્વે પૂરા કરી દેવામાં આવશે. તેમજ બેટ દ્વારકાના હનુમાન દાંડીના રોડ માટે પણ સરકારે રૂ.15 કરોડની ગ્રાન્ટ ફાળવી હોવાનું ઉમેર્યું હતું. સંસદ સભ્ય પૂનમેબેન માડમે વિકાસના કામોમાં સાથ આપવા લોકોને અપીલ કરી હતી. પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણજારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો