જાહેરનામા ભંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાનાવ્હોરાવાડ વિસ્તારમાં રહેતા અને નગરગેઇટ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ધરાવતા વ્હોરા સૈફુદીન સરફઅલી દલાલ (ઉ.વ.60)એ તેમની મહંમદી રેસ્ટોરન્ટ નામની હોટલમાં પરપ્રાંતિય ઇસમોને કામે રાખી તેની ધોરણસર જાણ પોલીસને કરતા તેની સામે એસઓજી પોલીસે જાહેરનામા ભંગના ગુના સબબ કાર્યવાહી કરી છે. જયારે વધુ એક ફરિયાદમાં ખંભાળિયા તાલુકાના મોટી ખાેખરી ગામે રહેતા આહેર દિપકભાઇ ખીમાભાઇ કરમુર સામે તેની વાડીનું મકાન પરપ્રાંતિયને રૂા. 12 હજારના માસીક ભાડે આપી પોલીસમાં નોંધ કરાવતા તેની સામે પણ એસઓજી સ્ટાફે ધોરણસરના પગલા લીધા છે.

અન્ય સમાચારો પણ છે...