દ્વારકામાં ફાયર સેફટી તથા રોડ સેફટીનો લાઇવ ડેમો કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિદ્વારકા કલેકટર કચેરીના કોન્‍ફરન્‍સ હોલમાં ફાયર સેફટી અંગે ક્રેઇન ઇન્‍ડીયા કંપની લી.ના સહયોગથી એક સેમીનારનું આયોજન કલેકટર કચેરી દ્વારા કરાયું હતું. નિવાસી અધિક કલેકટર સરવૈયાએ સેફટી અંગેની જાણકારી આપી જણાવ્‍યું કે ભારત દેશમાં સેફટી અંગે મોટામા મોટી સમસ્‍યા છે. સડક દુર્ઘટનામાં લાખો લોકો માર્યા જાય છે. ટ્રાફીકની સમસ્‍યા વધતી જાય છે. આવી દુર્ઘટનાના મુખ્‍ય કારણો છે. ડ્રીંક કરીને વાહન ચલાવવું, અનકવોલીફાઇ ડ્રાઇવર વગેરે. સેમીનારમાં સેફટી અંગેનું ૪૫ મીનીટનું પ્રેઝન્‍ટેશન બતાવવામાં આવ્‍યું હતું અને ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા.

ઉપરાંત બાદ આગ લાગે તો આગ કઇ રીતે બુઝાવવી તે અંગે ૧૫ મીનીટનો ફાયર સેફટી અંગેનો લાઇવ ડેમો બતાવવામાં આવ્યો હતો.

સેફટી અંગે૪૫ મીનીટનું પ્રેઝન્ટેશન

અન્ય સમાચારો પણ છે...