તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાતંત્ર દિનની ખંભાળિયામાં થશે ભવ્ય ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયાસહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા િજલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાનથી ઉજવણી કરવામાં આવનાર છે પ્રસંગે ઠેર-ઠેર ધ્વજવંદન સહિતના જુદા-જુદા કાર્યક્રમોનું પણ અાયોજન કરાયું છે.

દેવભૂમિ દ્વારકા િજલ્લા કક્ષાનો સ્વાતંત્ર્યદિન પર્વ કલ્યાણપુરની કે.કે. દાવડા હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યા છે જેમાં રાજયક્ષાના મંત્રી જશાભાઇ બારડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે પ્રસંગે પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.

ઉપરાંત ખંભાળિયામાં તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્યદિન અહિના હર્ષદપુર વાડી વિસ્તારમાં યોજવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓ, હોદેદારોની ઉપસ્થીતિમાં મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. સાથે દેશ ભકિતના ગીતોની સ્પર્ધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.

સાથે ખંભાળિયા નગરપાલિકા દ્વારા પણ પંદરમી ઓગસ્ટના પર્વ નિમિતે અહીના મ્યુ. ગાર્ડન ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સોમવારે સવારે નગરપાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રવિવાર તા. 14મીના રોજ સાંજે ત્રિરંગા યાત્રા તેમજ રાત્રે દેશભકિતના ગીતો અને હાસ્યરસના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો