• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ભાણવડ |હોળી, ધુળેટીના તહેવારને અનુલક્ષીને પગપાળા યાત્રાળુઓનો પ્રવાહ દ્વારકા તરફ

ભાણવડ |હોળી, ધુળેટીના તહેવારને અનુલક્ષીને પગપાળા યાત્રાળુઓનો પ્રવાહ દ્વારકા તરફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ |હોળી, ધુળેટીના તહેવારને અનુલક્ષીને પગપાળા યાત્રાળુઓનો પ્રવાહ દ્વારકા તરફ પુરબહારમાં શરૂ થયો છે ત્યારે ભાવિકોને ચા, પાણી, નાસ્તો અને જમવાની નિ:શુલ્ક સુવિધા મળી રહે તેથી સેવાકેમ્પ રસ્તામાં શરૂ થયા છે ત્યારે ભાણવડના જામપર ગામનાં સમસ્ત ગ્રામજનોએ ખંભાળિયા દ્વારકા માર્ગ પર સેવા કેમ્પ શરૂ કરતાં જેનો પગપાળા યાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ભાણવડ તાલુકાના જામપરના સમસ્ત ગ્રામજનો દ્વારા ખંભાળિયાથી વીસ કિલોમીટર દૂર દ્વારકા હાઇવે માર્ગ પર ભાવિકો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. કેમ્પ હોળી સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે જેથી તમામ પદયાત્રીઓ લાભ લઇ શકે.

ભાણવડના જામપર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા સેવા કેમ્પ

અન્ય સમાચારો પણ છે...