તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બન્ને પક્ષની સામસામી ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉઘરાણી મુદ્દે ગોંઇજના મહિલા તથા પરિવારજનો ઉપર હુમલો

ખંભાળિયાતાલુકાના ગોંઇજ ગામે રહેતા જેનાબેન ઉમરભાઇ સુમારભાઇ ગડણ નામના 40 વર્ષના મહિલાએ ગામના અજીતસિંહ જશુભા ચુડાસમા (ઉ.વ.30) મોબાઇલ બેલેન્સના બાકી પૈસાની ઉધરાણી કર્યા બાદ અજીતસિંહે ઉશ્કેરાઇને જેનાબેનના પતિ ઉમરભાઇ તથા પુત્રને ગાળો દઇ બાઇકના ચેન મારફતે ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસમાં થઇ છે.

બનાવમાં સામાપક્ષે અજીતસિંહ જશુભા ચુડાસમા (ઉ.30)એ ઉમરભાઇ સુમારભાઇ ગડણ તથા તેમના પત્ની જેનમબેન સામે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અજીતસિંહની દુકાને બકરી ઇદના દિને જેનાબેને માેબાઇલ ફોનમાં બેલેન્સ રીચાર્જ કરાવ્યું હતું.જેના બાકી પૈસાની ઉધરાણી જેનાબેન પાસે કરતાં આરોપી દંપતિએ ફરિયાદીની દુકાને આવી ઢીકા-પાટુ માર્યા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. કે. એલ. ગળચર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...