તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેવાસાના પરિવાર પર સાંથણીની જમીન ખાલી કરાવવા થયો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરતાલુકાના મેવાસા ગામમાં રહેતા કિરણભાઈ પાલાભાઈ રાઠોડ નામના ચમાર યુવાનના વડીલોને સરકાર તરફથી સાંથણીમાં જમીન આપવામાં આવી હતી. ખેતીની ૩ર વીઘા જેટલી જમીનમાં કિરણભાઈ તથા તેના અન્ય બે ભાઈઓ અને માતા-પિતા વર્ષોથી ખેતીકામ કરી રોજગાર મેળવે છે. જમીન બાબતે મેવાસા ગામનાજ મશરીભાઈ ગાધેર તથા તેના પાર્ટનર લાંબા ગામના યોગેશભાઈ કે જેઓ લોહાણા અગ્રણીના માણસ હોવાનું માનવામાં આવે છે, તેઓએ જમીન ખાલી કરાવવા માટે કિરણભાઈ સાથે સમજાવટ આદરી હતી, પરંતુ પોતાનું ઘર ખેતીકામથી ચાલતું હોય કિરણભાઈ અને તેના પરિવારે જમીન સોંપવાનો ઈન્કાર કર્યાે હતો. આથી જમીન પચાવી પાડવા માટે પ્રયાસો શરૃ થયા હતા. મુદ્દે મનદુ:ખ રાખીને મંગળવારે મશરીભાઇ અને તેના સાગરીતો દ્વારા અંધાધુંધ ફાયરીંગ કરાયું હતું. જેમા ચારથી વધુ લોકો ઘવાયા હતા.

મંગળવારે સાંજે ચારેક વાગ્યે કિરણભાઈ, તેમનો નાનોભાઈ રાહુલ અને કાકા મોટાબાપુના ભાઈઓ દુદાભાઈ ઝીણાભાઈ રાઠોડ, રાજુભાઈ વેજાભાઈ રાઠોડ, માલદે મેઘાભાઈ રાઠોડ, લખમણ જેઠાભાઈ મકવાણા વગેરે કુટુંબીજનો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે જમીન ખાલી કરાવવાના મુદ્દે દબાણ લાવવાના હેતુથી પાંચ વાહનોમાં પચ્ચીસથી ત્રીસ જેટલા શખસો ધસી આવ્યા હતા. મશરી ગાધેર, મુળૂભાઈ ગોરિયા, લોહાણા અગ્રણી માણસ યોગેશ, વજશી ગોરિયા સહિતના શખ્સોએ મોટરમાંથી ધોકા, ધારિયા, હોકી અને બંદૂક કાઢી જમીન અમારી છે, ખાલી કરીને જતાં રહેજો અને કોર્ટમાંથી કેસ પરત ખેંચજો તેમ કહી શખ્સોએ રાઠોડ પરિવારને જાતિ પ્રત્યે અપમાનિત કરવાનું શરૃ કર્યું હતું.

મશરી ગાધેર , મુળૂભાઈ ગોરિયા, યોગેશે પોતાની પાસે રહેલી રિવોલ્વર તાકી હતી. જ્યારે વજશી ગોરિયાએ બંદૂક તાકી ભડાકા શરૃ કર્યા હતા જેના પગલે ભારે નાસભાગ મચી હતી. ભયના વાતાવરણમાં અન્ય આરોપીઓએ હોકી, ધારિયા વડે માર મારવાનું શરૃ કર્યું હતું.હુમલામાં કિરણભાઈ તેમજ રાહુલ (ઉ.વ.૧૮), રાજુ વેજા (ઉ.વ.૩૫), દુદા ખેરા રાઠોડ (ઉ.વ.૨૩)ને છરા ઘૂસી ગયા હતા. ઉપરાંત અન્ય વ્યક્તિઓને માર પડયો હતો. ઈજાગ્રસ્તોને માથા, ખભ્ભા, કાન પર છાતી, શરીરના વગેરે ભાગોમાં છરા ઘૂસી જતાં તેઓ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર ઢળી પડયા હતા.

આતંક મચાવ્યા પછી શખ્સો નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિિટલમા દાખલ કરવામા આવ્યા હતા. વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે પોલીસે કિરણ પાલા રાઠોડની ફરિયાદ પરથી મશરી ગાધેર, મુળૂ ગોરિયા, લોહાણા અગ્રણીના માણસ યોગેશ, વજશી ગોરિયા સહિતના પચ્ચીસથી ત્રીસ શખ્સો સામે આઈપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, આર્મ્સ એક્ટની કલમ રપ (૧) (એ) (એ) તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

સ્થાનીક લોકો ભયથી કશુ કહેવા નથી માગતા

પ્રકરણમા બીજા દિવસે વાતાવરણ ગરમ, સ્થાનીક લોકો ભયને કારણે અંગે કશુ કહેવા નથી માંગતા , તેમજ જિલ્લા એસ.પી. પારગી દ્વારા વધુમા જણાવ્યું કે જમીન ભાટીયાના વેપારી વજુભાઇ પાબારી અને વિનોદ કાનજી બારાઇના નામની છે ,તેમજ અંગે ફરિયાદી અને વેપારી વચ્ચે 20 / 22 વર્ષ થી મેવાસના સર્વે 236 અને 12 એકર ખેતીની જમીન નો કોર્ટ કેસ પણ ચાલે છે,જે અંગે ઝગડો વધતા બનાવ બન્યો છે.

25 થી 30 શખ્સ સામે 307 કલમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...