તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી માસથી ખેલમહાકુંભનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી માસથી ખેલમહાકુંભનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકાજિલ્લામાં આગામી માસથી રાજય કક્ષાના ખેલ મહાકુંભની વિવિધ રમતોનો કાર્યક્રમ યોજાનાર છે ત્યારે વર્ષે રાજય સાથે કેન્દ્ર કક્ષાના ઇનામો સહિતના કાર્યક્રમમાં ભાગ લેવા રમતવીર વિદ્યાર્થીઓને શિક્ષણતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

દ્વારકા જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત આગામી દિવસોમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી રમત સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે.

વર્ષે પ્રથમ વખત ખેલ મહાકુંભની સાથો-સાથ બીઆરસી, સીઆરસી કક્ષાની સ્પર્ધાઓ તથા ખેલે ઇન્ડિયાની સ્પર્ધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં જિલ્લા કક્ષાએ વિજેતા ખેલાડીઓને રાજય તથા કેન્દ્ર એમ બન્ને વિભાગના ઇનામો પ્રાપ્ત થશે તે સંદર્ભેની માહિતી જિલ્લા રમત-ગમત અધિકારી રાવલીયાએ આપી છે.

ખેલ મહાકુંભમાં ખેલાડીઓ માટે રૂ. 42 કરોડના ઇનામો જાહેર કરાયા છે ઉપરાંત રાજય કક્ષાએ પ્રથમ નંબરે આવેલી શાળાઓને રૂ. 15 લાખ એન બીજા-ત્રીજા નંબરે અનુક્રમે રૂ. દશ અને પાંચ લાખ મળશે સાથે તાલુકા કક્ષાએ પણ શાળા માટે રોકડ પુરસ્કાર જાહેર કરાયા છે.

જિલ્લાની દરેક શાળાઓએ ખેલદિન પણ ઉજવવાનો હોય, 100 ટકા નામાંકન ખેલ મહાકુંભમાં થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા, જિલ્લા રમત-ગમત અધિકારી ભાવેશ રાવલીયા તથા જિલ્લા આચાર્ય સંઘ વિગેરે દ્વારા અપીલ કરાઇ છે.

વિજેતા ખેલાડીઓને કરોડો રૂપિયાના ઇનામો અપાશે

રમતગમતમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને તંત્રની અપીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો