તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠાપુરના પોલીસ દમનમાં અંતે કોન્સ્ટેબલની બદલી, PI રજા પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિદ્વારકા જિલ્લાના મીઠાપુરના ઉદ્યોગનગરમાં રહેતા અને સુરજકરાડી-દ્વારકા હાઇ-વે પર ખોડિયાર પરોઠા હાઉસ નામની હોટલ ધરાવતા પિતા-પુત્ર સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો, જે કેસમાં પિતા-પુત્ર દ્વારા ઓખા કોર્ટમાં તેમની સામે ખોટો કેસ કરવામાં આવ્યો હોય અને ગોંધી રાખી મારમારવામાં આવ્યો હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દમનના વિરોધમાં ગત સોમવારે ખંભાળિયા તાલુકામાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પીઆઇ સહિતના સામે પગલાં લેવાની માગણી સાથે પ્રજાપતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દરમિયાનમાં હાલ જિલ્લા પોલીસવડા દ્વારા કારસ્તાન આચારનાર પીઆઈને લીવ રિઝર્વ પર ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે કોન્સ્ટેબલની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ડીવાયએસપીને કેસની ઊંડાણપૂર્વકની ખાતાકીય તપાસ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

સુરજકરાડી-દ્વારકા હાઇ-વે પર ખોડિયાર પરોઠા હાઉસ નામની હોટલ ધરાવતા પરષોતમભાઈ આલાભાઈ મંડોરા તથા તેમનો પુત્ર હેમત હોટલ પર હોય તે દરમિયાન ગત તા.9 મેના રોજ મીઠાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભાયાભાઈ મસુરા સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હોય, બાદમાં ભાયાભાઈ દ્વારા બંન્ને પિતા-પુત્ર સામે ખોટો ફરજમાં રૂકાવટનો ગુનો નોધાવવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ મથકે ગયેલા બંને પિતા-પુત્રને પી.આઈ. ગઢવી તથા બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ઢોર મારમારવામાં આવ્યો હતો અને બાદમાં ઇલેક્ટ્રિક શોર્ટ પણ મારવામાં આવ્યા હતા. જે અંગે મનમાં લાગી આવતા હેમતભાઈના માતા મુક્તાબેન દ્વારા ફાંસો ખાઈ આપઘાત કારી લેવામાં આવ્યો હતો. બનાવના પગલે પ્રજાપતિ સમાજમાં ઘેરા પગલાં પડ્યા હતા, અને ગત તા.29ના સોમવારે ખંભાળિયા તાલુકા મથકે બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો એકઠા થયા હતા. વિશાળ રેલી કાઢી એસ.પીને આવેદન આપ્યું હતું. દરમિયાનમાં હાલ જિલ્લા પોલીસવડા દ્વારા કારસ્તાન આચારનાર પીઆઈ પરબત ગઢવીને લીવ રિઝર્વ પર ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે કોન્સટેબલ ભાયાભાઈ મસુરાની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ડીવાયએસપીને કેસની ઊંડાણ પૂર્વકની ખાતાકીય તપાસ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

ડીવાયએસપીને ખાતાકીય તપાસની સોંપણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...