તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓ સામે આક્ષેપો સાથેનું આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાર યાદી ઇરાદાપૂર્વક મોડી જાહેર કરાઇ

ભાટિયા ગ્રામ પં.ની મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો

દેવભૂમિદ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગ્રામપંચાયતની આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર સામાન્ય ચૂંટણી પૂર્વે વિસ્તારની વોર્ડ રચના અને મતદાર યાદીમાં ગેરરીતિ થયાના આક્ષેપો કરાયા છે.આ સંદર્ભે જિલ્લા કલેક્ટરને રજુઆતો કરી વાેર્ડ રચના સંદર્ભે જરૂરી સુધારા કરવા માટેની વિસ્તૃત માંગ કરવામાં આવી છે.

ભાટિયા ગ્રામ પંચાયતની ડિસેમ્બર-2016 માસમાં ચૂંટણી યોજાનાર છે. સંદર્ભે વોર્ડ રચનાની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. વોર્ડ રચનાની યાદી સંબંધિત તંત્ર દ્વારા મોડી પ્રસિધ્ધ કરાવી યાદીમાં ગેરરીતિ અાચરવામાં આવ્યાના આક્ષેપો વિસ્તારના રાજકીય આગેવાનો-કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે. વોર્ડ રચનામાં ચોકકસ સભ્યો ચૂંટાઇ આવે તે હેતુથી કેટલીક બાબતોને અવગણી, અધિકારીઓ દ્વારા લોકશાહી વિરૂધ્ધનું કાવતરૂં કરવામાં આવ્યું હોવાની લેખિત ફરિયાદો ઉચ્ચ સતાવાળાઓ સમક્ષ કરવામાં આવી છે.

ભાટિયાના કુલ 18 વોર્ડમાં 10,952 મતદારો વચ્ચે યોગ્ય રેશીયો જાળવી નવી વાેર્ડ રચના જાહેર કરવા સાથે પ્રક્રિયા કરનારાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ઉગ્ર માંગ સાથે તાલુકા પંચાયતના સદસ્ય, સ્થાનિક હોદેદારો, આગેવાનોએ સંયુકત સહિઓ સાથે જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારીને સંબોધીને લેખિત રજુઆતો કરવામાં આવી છે. પત્રની નકલ રાજયના મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ પ્રભારી મંત્રી ચીમનભાઇ સાપરીયા વિગેરેને પણ મોકલવામાં આવી છે.અને જરૂરી તપાસ કરવા માગણી કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...