હિન્દુ સંસ્કૃતિના જતન માટે હાકલ કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિબિરમાં યુવાનોને કલા, કરતબ, સુરક્ષા અંગે માર્ગદર્શન

ભાસ્કરન્યૂઝ. ખંભાળિયા

ખંભાળિયામાંહિન્દુ ધાર્મિક સંસ્થાઓ દ્વારા યોજાયેલા સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત આજરેાજ ગુરૂવારે હરીપર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયાનું અત્રે આગમન થયું હતું તેમના દ્વારા હિન્દુ સંસ્કૃતિના બચાવ ઉપરાંત લવ જેહાદ અને ધર્માંતરણ સંદર્ભે ચોટદાર વકતવ્ય આપ્યું હતું.

ખંભાળિયા નજીકના હાપીવાડી-હર્ષદપુર ખાતે અાવેલી ડીપી ઝાખરીયા સ્કુલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના સંયુકત ઉપક્રમે તા. 24થી તા. 31મી સુધી શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ વર્ષે પણ વિહિપ-બજરંગદળ દ્વારા અહી યોજાતા શૌર્ય પ્રશિક્ષણ કાર્યક્રમોમાં યુવાનોને અનેકવિધ કલા-કરતબ દ્વારા સુરક્ષા કેળવવાનું શિખવવામાં આવે છે. વિશેષ કાર્યક્રમમાં આજરોજ ગુરૂવારે વિશ્વ િહન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા હરીપર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં જેમાં શિક્ષાર્થી યુવાનોને હિન્દુ ધર્મ વિશે વિવિધ બાબતો જણાવી આગામી સમયમાં વધુ જાગૃતિ કેળવવા અપીલ કરી હતી. સંદર્ભે ઉદ્દબોધન આપતા ડો. તોગડીયાએ જણાવ્યું હતું કે અાગામી સમયમાં હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા હિન્દુ લોકોએ એક થવું અનિવાર્ય બની રહ્યું છે. ત્યારે હાલના સમયમાં લવ જેહાદ તેમજ હિન્દુઓના ધર્માન્તરણને ચિંતાજનક ગણાવી ડો. પ્રવિણ તોગડીયાએ પ્રકારના આતંકવાદ સામે લડી લેવા અને નવયુવાનો-યુવતિઓમાં જાગૃતિ લાવવા આહવાન કર્યુ હતું.

પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ રાજકોટના હરેશભાઇ ચૌહાણ, સૌરાષ્ટ્ર-કચ્છના વિજયભાઇ, દ્વારકા િજલ્લા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ મોદી, જિલ્લા મંત્રી પ્રવિણસિંહ કંચવા સહિતના વિહિપ તથા બજરંગદળના હોદેદારો-કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને હિન્દુત્વ અંગે હાકલ કરી હતી.

દ્વારકા જિલ્લામાં શિબિરોનાે માહોલ

દ્વારકાજિલ્લામાંએક તરફ બેટદ્વારકામાં ક્ષત્રિય સમાજની વિશિષ્ટ શિબીર ચાલી રહી છે જેમાં અગકસરત સહિત વિવિધ પ્રકારની શારીરીક અને માનસિક ઉન્નતી માટેની તાલિમો અપાઇ રહી છે. જેમાં અન્ય રાજયના લાભાર્થીઓ આવ્યા છે. તેવી રીતે ખંભાળિયામાંથી પણ વિહીપ અને બજરંગદળ દ્વારા શિબીર યોજાઇ છે.

પ્રશિક્ષણ

અન્ય સમાચારો પણ છે...