ખંભાળિયામાં CCTV કેમેરા મૂકવા પોલીસ તંત્રની કવાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામખંભાળીયામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢતાથી જળવાય રહે તથા શહેરમાં મિલ્કત વિરૂધ્ધના, શરીર સંબંધી, ચોરી, લુંટ, ધાડ જેવા ગુન્હાઓ અટકાવી શકાય તથા આવા બનાવ સમયે ઝડપથી પુરાવાઓ મળી શકે તે હેતુસર સમગ્ર જામખંભાળીયા શહેરમાં સી.સી.ટી.વી. કેમેરા મુકવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યંુ છે.

આ કામગીરી લોકભાગીદારીથી કરવાની હોવાથી સી.સી.ટી.વી. કેમેરા અને તેને લગત ઉપકરણો વેચાણ કરતાં વેપારીઓએ તેમના સેમ્પલ, પ્રોજેકટ રીપોર્ટ તથા ભાવપત્રક સાથે તા. 24ના સાંજે 4 ના. પોલીસ અધિક્ષક, મુખ્ય મથકની કચેરી, જી.વી.જે. હાઇસ્કુલ કમ્પાઉન્ડ, રેલ્વે સ્ટેશન રોડ પર સંપર્ક કરી હાજર રહેવા જણાવાયું છે તથા વધુ માહીતી માટે પો.સબ.ઇન્સ., ડી.બી.ગોહીલ, એસ.ઓ.જી.નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યંુ છે.

અન્ય સમાચારો પણ છે...