• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • જામજોધપુરમાંથી સસ્તાઅનાજના ઘઉં બારોબાર પગ કરી જતાં હોવાની ફરિયાદ

જામજોધપુરમાંથી સસ્તાઅનાજના ઘઉં બારોબાર પગ કરી જતાં હોવાની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરશહેરમા સસ્તા અનાજનો કાળો કારોબાર મોટા અનાજના વેપારીઓની ઓથ નીચે ફુલીફાલી રહ્યો છે. લાખો રૂપીયામા વેંચાતા સસ્તા અનાજમા ઘઉં જામજોધપુર માર્કેટીંગયાર્ડમા ઠલવાઇ રહ્યા છે. જિલ્લામા સસ્તા અનાજના ઘઉં વેંચવાનુ મુખ્ય કેંદ્ર જામજોધપુર હોવાથી અહી ખંભાળીયા, ભાણવડ પંથકમાથી સસ્તા ઘઉં વેંચવા આવતા હોવાથી મોટા માથાઓ દ્વારા બ્લેકમા વેંચવામા આવી રહ્યા છે.

બીપીએલ કાર્ડ ધારકોને આપવાના ઘઉં કાળાબજારમા વેંચાતા હોવાથી સ્થાનીક અધિકારીઓને અનેક રજુઆતો કરવા છતા આંખ આડા કાન કરવામા આવી રહ્યા છે. તેમજ કાળાબજારીયાઓને રેડ કરવા પહેલા જાણ કરી દેવામા આવે છે. તાજેતરમા જામજોધપુરમા પુરવઠા ખાતા દ્વારા યાર્ડમા કરાયેલ ચેકિંગ દરમ્યાન ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. પરંતુ ગામના 7 -12 ના દાખલા રજુ કરી બધુ ગોઠવી દેવાયુ હતુ.

ઘઉંને લેબરોટરીમા ચેક કરવામા આવતા નથી જેનાથી ફલીત થાયકે ઘઉં નિગમના છેકે ખેડુતના ખેડુતના હોય તો તેમના વાવેતર અંગેનુ તેમજ તેમના ખેતર પાસેના કોઇના નિવેદન કેમ લેવાતા નથી. પંથકમા અનેક ગ્રાહકોને પુરવઠાનો માલ લેવા દુકાનદારોને ધક્કા ખાવા પડે છે. દુકાનદાર જડ નિયમ ઉપજાવી મહિનાના ચોકકસ દિવસે માલ લેવા આવે તે તરકીબ સમજાવી દેવામા આવે છે. તેમજ સસ્તા અનાજની ફાળવણીમા પણ ઉચાપત કરવામા આવી રહી છે.ટેબલ નિચેના વહિવટ કરવાની અનેક રાવ ઉઠવા પામી છે. તેમજ વહિવટ કરનાર વેપારીને પુરતો જથ્થો ફાળવાય છે. જ્યારે કરનાર ને ધક્કા ખવડાવવમા આવે છે. હાલ માર્કેટીંગ યાર્ડમા આવતો મોટો જથ્થો સસ્તા અનાજનો ઘઉંનો આવે છે. એક જાગૃત નાગરીક દ્વારા ફરીયાદ કરવામા આવીતો ખેડુતોના 7-12 ના દાખલા દેખાડી ઢાંકપીછોડુ કરવામા આવી રહ્યુ છે.

કડક કાર્યવાહી કરવા માગ

ઘઉંસસ્તા અનાજના છેકે તે સાબીત કરવા અન્ય કોઇ અધિકરી દ્વારા પ્રયાસો હાથ ધરાતા નથી. તેમજ વહિવટ કરી લેવામા આવે છે. હાલ કાળાબજારના ઘઉં ખુલ્લેઆમ વેંચાઇ રહ્યા છે. અધિકારીઓને વહિવટ મળી જતો હોવાથી વેપાર કરવાની છુટ મળી જાય છે. હાલ પુરવઠા અધિકારી દ્વારા ઘઉંના કારોબારને બંધ કરી કડક પગલા લેવામા આવે તેવી શહેરમાથી માંગ ઉઠી છે.

તપાસમાંકંઇ મળ્યંુ નહીં

તાલુકાનામામલતદાર જોશીએ જણાવ્યુ હતુકે અમને બે વખત ફરીયાદ આવી હતી. જેને અનુસંધાને તપાસ હાથ ધરી હતી. પણ કાંઇ મળ્યુ હતુ. તેમજ શહેરમાથી જાગૃત નાગરીકોએ મામલતદારને ફોન કે રૂબરૂ જાણ કરવી જેથી કાળાબજારીયાઓ પર પગલા લઇ શકાય તેવુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...