• Gujarati News
  • ખંભાળિયામાં આર. એ. એફ. ના જવાનો દ્વારા રોડમાર્ચ, પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં આર. એ. એફ. ના જવાનો દ્વારા રોડમાર્ચ, પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ તંત્રની ખાસ ઉપસ્થિતિમાં કામગીરી વિશે માહિતી અપાઇ

ભાસ્કરન્યૂઝ. ખંભાળિયા

ખંભાળિયામાંરેપીડ એકશન ફોર્સ (આરએએફ)ના જવાનો-અધિકારીઓ દ્વારા રોડ માર્ચ સાથે વિવિધ પ્રકારના સાધનોની માહિતી અંગેનો ખાસ કાર્યક્રમ પેાલીસ અધિકારીઓ-જવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં દંગા-હિંસા તેમજ કોમી રમખાણ વિગેરે મુસીબત સમયે મુખ્યત્વે આર.એ.એફ.ના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ મનાતા વિસ્તારોમાં કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થાય તે હેતુથી રેપીડ એકશન ફોર્સના જવાનોની બી/100 અમદાવાદ પ્લાટુન દ્વારા સહાયક કમાન્ડન્ટ અર્પણકુમારના નેતૃત્વ હેઠળ ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ-રામનગર ખાતે દંગા નિયંત્રણ ડ્રિલનું પ્રદર્શન યોજાયું હતું. સંપૂર્ણ અને વિશેષ આધુનિક સુરક્ષા સાધનો જેવા કે ટીયર ગેસ, ગ્રેનેટ, વાયરલેસ સીસ્ટમ વિગેરે સજજ આર.એ.એફ.ના જવાનો-અધિકારીઓએ દ્વારકા જિલ્લામાં તા. 3 થી 9મી એપ્રિલ સુધી યેાજાયેલા કાર્યક્રમમાં બુધવારે અહિંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પીઆઇ એન.જે. રાણા, પીએસઆઇ મૈયડ, મહેતા, પંડયા, યાદવ સાથે સ્ટાફના રાજભા જાડેજા વિગેરેને અભ્યાસ અનુભવ સંદર્ભે જરૂરી માહિતી આપી પ્રદર્શન કર્યુ હતું.

આર.એ.એફ. જવાનો-અધિકારીઓની સમાજ સુરક્ષાલક્ષી કામગીરી આવકારદાયક બની રહી હતી.

ખંભાળિયામાં આરએએફના જવાનો દ્વારા સુરક્ષા સંબંધી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો./કુંજન રાડિયા