તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વર્ષથી પશુપાલકોને ભોગવવી પડતી હાલાકી દૂર કરવા માગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાલપુર ઘાસડેપો દ્વારા અપૂરતું વિતરણ


લાલપુરતાલુકાના ખેડુતો તથા માલધારીઓની છેલ્લા બે વર્ષથી દયનીય પરિસ્થિતિમાં પોતાના માલ, ઢોરને સાચવવામાં હેરાન થઇ ગયા છે ત્યારે વર્ષે પણ વરસાદ ખેંચાવા હાલ લાલપુરમાં ઘાસ અનિયમિત વિતરણ કરવામાં આવે છે અને પુરતા પ્રમાણમાં પણ ઘાસ આપવામાં આવતુ નથી તો અા બાબતે મામલતદારને તાત્કાલિક યોગ્ય પગલા લેવા અને પુરતા પ્રમાણમાં ઘાસ વિતરણ કરવા વિનંતી છે હાલ સ્થ ઉપર લાલપુર તાલુકાના 17 ગામના ખેડુતો અને માલધારીઓ મળી કુલ પાંચસો ખેડુતો અને માલધારીઓ રાહ જોઇ રહયા છે તેની સામે સ્થળ ઉપર માત્ર 30 ઘાસની ગાંસડી હોવાથી ખેડૂતો અને માલધારીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

ઘાસના ડેપો સમયસર ચાલુ રહે અને સમયસર માલધારીઓને વિતરણ કરવામાં આવે જેથી માલધારીઆે પોતાના પશુઓને સમયસર ઘાસ આપી શકે તેમજ પંથકમાં સામાન્ય વરસાદ થયો હોવાથી પાણી અને ઘાસ માટે માલધારીઓ અને પશુ પાલકો જીવ આકાશે મંડાયા છે કે મેહુલીયો મન મુકીને વરસે જેથી લોકોની પ્રાથમિક સમસ્યાઓની નિજાદ મળે તેવું ખેડુતો ઇચ્છી રહયા છે.

જામજોધપુરમાં તાલુકા ઘાસ વિતરણ કરવા રજૂઆત

જામજોધપુરતાલુકાના સડોદર ગામે વન વિભાગના આવેલ ઘાસ ડેપોમાંથી ઘાસ વિતરણ તાત્કાલીત ધોરણે ઝડપી કરવા તાલુકા પંચાયત કારોબારી ચેરમેનની કલેકટરને લેખિત રજુઆત કરાઇ છે. જામજોધપુર તાલુકાના સડોદર ગામે વન વિભાગનું ઘાસ ગોડાઉન આવેલ છે જયાંથી આજુબાજુના ગામોના ખેડૂતો અને માલધારીઓને ઘાસ વિતરણ કરવાનું થતું હોય છે જયારે ગોડાઉનમાં જથ્થો હોવા છતાં ગોકળ ગાયની ગતિએ વિતરણ ચાલુ હોય માલધારી ખેડુતોને ત્રણ-ત્રણ દિવસ લાઇનમાં ઉભવું પડતું હોય વિતરણ વ્યવસ્થા ઝડપી બનાવવા, જામજોધપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ગોવિંદભાઇ ધ્રાગુંએ કલેકટર જામનગરને લેખિત પત્ર લખી માંગ કરી છે ગોડાઉનમાંથી 1.5 લાખ કિલો નવુ ઘાસ વિતરણ કરવાના આદેશો થયા છે જે વિતરણ વ્યવસ્થા ઝડપી કરવા અને 1.5 લાખ કિલો ઘાસ વિતરણ થયા પછી પણ અંદાજીત 2.5 લાખ િકલો ઘાસનો સ્ટોક રહેશે માટે જથ્થો પણ વિતરણ કરવાની પરવાનગી આપવામાં આવે અને મુંગા પશુઓને સમયસર યાદી મળી રહે તેમ રજુઆત કરી છે.

લાલપુર-જામજોધપુરમાં અપૂરતા ઘાસ વિતરણની તંત્રને રાવ

જામજોધપુરતાલુકાના વિરપર ગામના ખેડુતો તથા માલધારીઓને મળતુ ઘાસ શેઠવડાળા ખાતે આવેલ ઘાસ ડેપોએ લેવા માટે આવવુ પડે છે અને દરરોજ લાઇનમાં ખેડુતો તથા માલધારીઓને આવવુ પડે છે અને જયા વિરપર ગામના ખેડુતોને ઘાસ લેવાનો વારી આવે ત્યાં ઘાસ ખલાસ થઇ જાય છે જેથી ખેડુતોને ઠાલા હાથે પરત ફરવુ પડે છે ત્યારે હાલ ઘાસની જરૂરીયાત શેઠવડાળા ડેપોને 1000 જેટલી ગાંસડીઓની હોય છે તેમની બદલે માત્ર નહીવત ગાંસડીઓની ફાળવણી થતી હોય ખેડુતો માલધારીઓને ઘાસ માટે ટળવળતું પડતું હોય જેથી અંગે વિરપર ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર જામજોધપુર તેમજ કલેકટર જામનગરને લેખિત રજુઆત કરી વિરપર ગામને ઘાસનો કવોટો ફાળવવા રજુઆત કરી છે.

ગુરુપૂર્ણિમાએ છોટી કાશીમાં ગુરુવંદના

જામનગરમાં કબીર આશ્રમમાં રૂદ્વાક્ષવાળા સહિતના ભકતોએ પૂજન કર્યુ હતું જયારે આણદાબાવા આશ્રમમાં પણ ભકતોએ ગુરૂવંદના કરી હતી તેવી રીતે ખીજડા મંદિરમાં પણ કૃષ્ણમણીજીના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાં ઉજવાઇ હતી તેવી રીતે સતપુરણધામ ધુનડામાં જેન્તીરામ બાપાની નિશ્રામાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. }હિરેન હીરપરા/અશોક ઠકરાર

ખીજડા મંદિર

કબીર આશ્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો