ભાસ્કર ન્યુઝ|ધ્રોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|ધ્રોલ

ઓખીચક્રવાતની આગાહીના પગલે સૌરાષ્ટ્ર સહિત ધ્રોલ તેમજ જામજોધપુર અને લાલપુર માર્કેટિંગ યાર્ડો બંધ રાખવામાં આવ્યા હતાં.વાવાઝોડાની આગાહીના પગલે ખેડૂતોના માલમાં નુકસાની પહોંચે તેમજ માલ પલળી જાય તે માટે તકેદારીના ભાગરૂપે ખેતીની જણસોની ખરીદી બંધ કરવામાં આવી હતી.તેમજ યાર્ડનેં પણ બંધ કરાયું હતું.પરંતુ વાવઝોડાનો ભય ટળતા ફરી યાર્ડમાં ખરીદ વેચાણ શરૂ થઇ જતા યાર્ડ રાબેતા મુજબ ધમધમવા લાગ્યું છે.

કેરલથી શરૂ થયેલું ઓખી વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકવાની ભીતીથી ગુજરાતમાં ભય પ્રસરી ગયો હતો.અને વહીવટી તંત્ર પણ ધંધે લાગી ગયું હતું.જેના કારણે જનજીવન પર અસરો જોવા મળી હતી.અને વાવાઝોડાના ભયથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું.જેના કારણે ખેડૂતોને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી હતી.તેમજ ખેડૂતોનાં ખેતરમાં પડેલ મગફળી તેમજ અન્ય જણસો વાવઝોડાની અસરથી આવનાર વરસાદના કારણે માલને નુકશાનીનો ભય સતાવતો હતો.જેથી લોકોમાં પોતાના માલને બચાવવા દોડધામ મચી ગય હતી.વાવઝોડાની અસરોના કારણે લાખોટન ખેતીની ઉપજનો માલ યાર્ડોમાં પલળી જવાની ભીતી હતી.આથી તમામ માર્કેટીંગ યાર્ડોમાં ખરીદી બંધ કરવામાં આવી હતી.અને યાર્ડો બંધ કરાયા હતાં.

ઓખી ચક્રવાતને કારણે ખેડૂતોના માલ પલળી જાય તે માટે હાલારમાં માર્કેટીંગ યાર્ડો તાકીદે બંધ કરવામાં આવ્યા હતાં.તેમજ માલની ખરીદી બંધ કરાતા ખેડૂતો પણ પરેશાન થય ગયા હતાં.અને પોતાના માલને સગેવગે કરવા માટે ખેડૂતોમાં દોડધામ મચી ગય હતી.પરંતુ અંતુ વાતાવરણ શાંત થતા ખેડૂતોમાં રાહતનો શ્વાસ અનુભવાયો છે.

સદનસીબે ઓખી વાવાઝોડું સુરત નજીક દરીયામાં સમાઇ જતા લોકો અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.તેમજ ભય પણ ટળ્યો હતો.આથી ફરી માર્કેટિંગ યાર્ડો શરૂ થઇ ધમધમવા લાગ્યા છે.ધ્રોલ યાર્ડમાં રાબેતા મુજબ મગફળી,કપાસ,તેમજ ખેતીની અન્ય જણસોની ખરીરી શરૂ કરવામાં આવી છે.ફરી યાર્ડો ધમધમવા લાગતા ખેડૂતો પોતાનો માલ યાર્ડમાં વેચવા માટે આવવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...