જામજોધપુરમાં અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવા આવેદન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરશહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના વિવિધ પ્રશ્ને ચિફઓફિસરને આવેદન પાઠવ્યુ હતુ. તેમજ વિવિધ પ્રશ્નોના નિરાકરણ કરવા રજુઆત કરાઇ છે.

જામજોધપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જામજોધપુર શહેરના વિવિધ પ્રશ્નો જેવાકે છેલ્લા ઘણા વર્ષોથી બીપીએલ કાર્ડનો સર્વે કરવામા આવ્યો નથી. ઉપરાંત શહેરના છેવાડાના વિસ્તારમા સીસીરોડ , ભુગર્ભગટર , સફાઇ જેવી સુવિધાઓ આપવામા આવી નથી.

વિસ્તારના નાગરીકો નગરપાલિકાના તમામ ટેક્ષો ભરતા હોવા છતા સુવિધા આપવામા નગરપાલિકા આડોળાઇ કરી રહ્યુ છે.

તેમજ અગાઉ થયેલા બીપીએલના સર્વેક્ષણમા લાગવગીયા ઓને લાભ અપાયા છે. છેવાડાના વિસ્તારમા નગરપાલિકા દ્વારા ઓરમાયુ વર્તન કરવામા આવી રહ્યુ છે. વોર્ડન6 5મા વારંવાર રજુઆતો કર્યા હોવા છતા વિકાસના કામો કરાવાતા નથી.

આવા અનેક પ્રશ્ને કોંગ્રેસ અગ્રણીઓ ચીરાગ કાલરીયા , પ્રહલાદસિંહ જાડેજા , સહિતના અગ્રણીઓ રેલી કાઢી ચિફઓફિસરને આવેદન પાઠવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...