તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આવેદન આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામજોધપુરમાં દારૂના ધંધાર્થીઓ સામે મહિલાઓએ મોરચો માંડ્યો

પોલીસ વિભાગની મીઠી નજર હેઠળ બુટલેગરો બેફામ

જામજોધપુરશહેરમા છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધાર્થીઓ ધિકતો કારોબાર ચાલી રહ્યો હોવાથી દારૂ પીને આવારા તત્વો બેફામ બન્યા છે.

રાત્રે તેમજ દિવસે પણ લથડીયા ખાતા જોવા મળી રહ્યા છે. તેમજ મહિલાઓ અને વેપારીઓને હેરાન કરવાના અનેક ઘટનાઓ બનતી હોય છે. અંગેની વખતો વખત રજુઆત બાદ પોલીસ વિભાગ પાણીમા બેઠી જાય છે. તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓની, બુટલેગરો, પોલીસન સાથે મિલીભગત હોવાને કારણે દારૂડીયાઓ બેફામ બન્યા છે. પોલીસ વિભાગ હેઠળ ચાલતા દારૂના હાટડાઓ નજરઅંદાજ કરી રહી છે. જામજોધપુર શહેરના રાત્રીના સમયે સજ્જન પરિવારના લોકો બહાર નીકળવાનુ માંડી વાળે છે.

આવી પરિશ્થિતિ બાપલી પોલીસના રાજમા થવા પામી છે. ત્યારે જામજોધપુરમા વિકાસનગરની મહિલાઓએ અવાજ ઉઠાવ્યો છે. દારૂડીયાઓ અને અસામાજીક તત્વોના ત્રાસથી કંટાળીને અનેક રજુઆતો કરવા છતા પગલા લેવાતા મહિલાઓના ટોળાઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

અસામાજીક તત્વો દારૂપીને મહિલાઓ સાથે ગેરવર્તન કરવામા આવી રહ્યુ છે. તેમજ પુરપાટ વાહનો દોડાવે છે. જેથી અકસ્માત થવાનો ભય પણ રહે છે.

જામજોધપુરમાં મહિલાઓ દ્વારા દારૂના ધંધાર્થીઓ સામે રોષ તસવીર- અશોક ઠકરાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો