• Gujarati News
  • પ્રસંગે માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા પ્રસંગમાં જણાવ્યુ હતું કે, તેઓ

પ્રસંગે માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા પ્રસંગમાં જણાવ્યુ હતું કે, તેઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસંગે માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા પ્રસંગમાં જણાવ્યુ હતું કે, તેઓ કેન્દ્રના મંત્રીના શપથ લીધાને માત્ર ત્રણ દિવસમાં કૃષિ સાથે જોડાયેલા કેન્દ્રના 6 મંત્રીઓ તથા સંબંધિત અધિકારીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત, મહારાષ્ટ્ર, આંધપ્રદેશ તેમજ તેલનગાણામાં જયાં કપાસનું વધુ ઉત્પાદન છે. ત્યાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરાવી દીધી છે. આજે ગુજરાતમાં 26 કેન્દ્રો પરથી ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ છે. તા.18 નવેમ્બર-14થી જામજોધપુર ખાતેથી ખરીદી ચાલુ થઇ જશે. વધુમાં જણાવ્યુ હતું કે, તેઓ કિશાનપુત્ર, ગામડામાં રહેલા હોય ગામડાના પ્રશ્નોથી વાકેફ હોય તેના કાયમી ઉકેલ માટે દર વર્ષે કપાસનું ટેકાના ભાવથી ખરીદી ચાલુ રહે તે માટે એક કમીટીની રચના કરી છે. ચીનમાં દર વર્ષે સરકાર સીઝન આવ્યે ટેકાના ભાવથી ખરીદે છે તેમ ભારતમાં પણ સીસ્ટમ દાખલ કરાશે. ગામડાને સમૃધ્ધ બનાવવા હાલની સરકાર કટીબધ્ધ હોય સરકારનો પ્રજાલક્ષી અભિગમથી વર્ષોના પ્રશ્નો નર્મદા ડેમના દરવાજાનો તેમજ કેન્દ્ર પાસે ગુજરાત રાજયના ફુડ રોયલ્ટીના 10.000 કરોડ મેળવવાના પ્રશ્નોનો તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવ્યું છે.