તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગફળીના પાક વીમા વળતરની મુદત વધારવા માગણી કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજાધેપુરતાલુકામાં હાલમાં મગફળીના પાકમાં મુંડાના ઉપદ્રવને કારણે ખેડુતો દ્વારા વાવેલ મગફળીના પાકને સારૂ એવું નુકશાન થયું છે, અને ખેડુતોને પાકમાં નુકશાન થતા તેમને પાક વિમાનું વળતર મળે તે માટે ખેડુતો પાસેથી અરજી ફોર્મ સ્વીકારવામાં આવે છે. તાલુકા પંચાયત વગેરે દ્વારા સ્વીકારાતા ફોર્મની મુદ્દત પુરી કરી દેવામાં આવી છે, ત્યારે હજુ તાે જામજોધપુર તાલુકામાં મોટાભાગના ખેડુતોને ફોર્મ વિશેની પુરી માહિતી નથી જેવી કે ફોર્મ કોને આપવા, કંઇ કચેરીમાં જમા કરાવવા વગેરે બાબતોની અજાણ હોવાથી ખેડુતો અવઢવમાં પડી ગયા છે,આથી પહેલા ખેડૂતોને સમગ્ર કાર્યવાહીની જાણ થ‌વી જોઈએ.

ખેડૂતોને સાચી કાર્યવાહીની જાણ નથી કરાઇ

મગફળીના પાકને મુંડા ઇયળોએ વ્યાપક નુકસાન કર્યું

અન્ય સમાચારો પણ છે...