તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગળો આપી દીધા હોવા છતાં બેંકના અધિકારીઓનું મૌન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરીને શૈક્ષણિક લોન મળતા પિતાની આત્મવિલોપનની ચીમકી

અન્યાયથી યુવતીના પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

મેથાણાગામે રહેતા મુળજીભાઇ આલાભાઇ રાઠોડ દ્વારા સડોદર ગ્રામિણ બેંક દ્વારા પોતાની પુત્રી હિનાબેન રાઠોડ નર્સિગનો કોર્ષ કરે છે અને કોર્ષને એક વર્ષ થઇ ગયું છે જે માટે સડોદર ગ્રામીણ બેંકમાં શૈક્ષણિક લોનની જરૂરીયાત હોય જેથી જરૂરી કાગળો બેંકને પુરા કરી દેવાયા હોવા છતાં બેંક દ્વારા લોન આપવામાં આવતી નથી.

હાલ પોતાની પુત્રી આગળ અભ્યાસ કરવા જઇ શકે તેમ નથી તથા મુળજીભાઇનો પુત્ર પણ બિમાર હોય આથી પોતાની પુત્રીના અભ્યાસ માટે પારાવાહી મુશ્કેલીઓ પડી રહી છે.

કન્યા શૈક્ષણિક લોન આપવામાં બેંક દ્વારા લાપરવાહી દેખાડવામાં આવી રહી છે સરકાર કન્યા કેળવણીની ઉચ્ચ અભ્યાસ માટે છ-છ મહિના સુધી લોન આપતી નથી બેંક દ્વારા ઉદ્યોગપતિઓને લોન આપે છે જેથી એવું ચિત્ર સ્પષ્ટ થાય છેકે, માત્ર બેંક શું ઉધોગપતિઓની છે. સામાન્ય જનતાને આવી બેંકો જવાબ આપતી નથી.

પૈસાના અભાવે 25 દિવસથી પોતાની દિકરીને અભ્યાસ અધુરો છોડવાની નોબત આવી ગઇ છે અને આવી બેંક લોન આપી તો અભ્યાસ અધુરો મુકવો પડે તેવી સ્થિતિ સર્જાય છે જેથી તા. 19ને સોમવારે આત્મવિલોપન કરવાની ચિમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...