પોરબંદરમાં નશાની હાલતમાં ચાર બાઇકચાલક ઝડપાયા

પોલીસે ચારેય શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:56 AM
પોરબંદરમાં નશાની હાલતમાં ચાર બાઇકચાલક ઝડપાયા
પોરબંદરમાં ખાપટ-નવાપરામાં સીતારામ બાપાની પઢી પાછળ રહેતો દિપક કાંતિ સોલંકી પોતાનું બાઈક જીજે 11 એસી 8015 ચલાવીને રીલાયન્સ ફૂવારા સામેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. ખાપટ-નવાપરામાં રહેતો પ્રકાશ નારણ મકવાણા પોતાનું બાઈક જીજે 25 કે 4729 ચલાવીને ગૌશાળા ત્રણ રસ્તા પરથી નશો કરેલી હાલતમાં પોલીસને મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે જામજોધપુર તાલુકાના સુખપુર ગામે રહેતો સમીર લખમણ ઓડેદરા પોતાનું બાઈક નં. જીજે 10 સીજે 6782 ચલાવીને વનાણા ટોલનાકા પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા ઝડપી લીધો હતો. આ ઉપરાંત કુતિયાણાનાં ચુનારાવાસ પાસે રહેતો ગેલા રામજી ચારોલીયા પોતાનું બાઈક જીજે 10 એએન 41321 ચલાવીને ચૌટા ચેકપોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
પોરબંદરમાં નશાની હાલતમાં ચાર બાઇકચાલક ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App