જામજોધપુરમાં ખાલી જગ્યા ભરવા હનુમાનજીને આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરમાંમોટાભાગના વિભાગો ચાર્જ ચાલતા હોય કોંગ્રેસ દ્વારા સરકારને ઊંઘમાંથી જગાડવા કાર્યક્રમ યોજી હનુમાનજીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

જામજોધપુરમા મામલતદાર ચાર્જમા છે, ટીડીઓના ચાર્જમાં પોસ્ટ ખાલી છે. પીએસઆઇ ચાર્જમાં શહેરમાં દારૂ, જુગાર, વરલીમટકા, ક્રિકેટના સટ્ટા ફુલ્યા ફાલ્યા છે. એટીવીટીના અધિકારીમાં ચાર્જમાં, તાલુકામા તલાટી કમ મંત્રીની 50 ટકાથી વધુ જગ્યા ખાલી છે. પાણી પુરવઠા બોર્ડની અધિક મદદનીશ ઇજનેરની 2 જગ્યાઓ ખાલી છે. તાલુકા પંચાયતમા 50 ટકાથી વધુ જગ્યા ખાલી છે. તેમજ દાકતરો દ્વારા દવા પણ બહારથી લખી દેવામા આવી રહી છે.

રાજ્ય સરકારના નિરુત્સાહી વલણ સામે આશ્ચર્યજનક કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...