પાટણથી મહિકી વચ્ચેના રોડની એક વર્ષમાં દુર્દશા

ભારે વાહનોની અવરજવરથી રસ્તો ખખડધજ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Jam Jodhpur - પાટણથી મહિકી વચ્ચેના રોડની એક વર્ષમાં દુર્દશા
જામજોધપુર તાલુકાના પાટણથી મહિકી વચ્ચેના અતિ બિસમાર રોડનું વારંવાર રજુઆત કરવા બાદ એક વર્ષ પુર્વે જ નવિનિકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ ખાનગી કંપનીના ભારે વાહનોની અવરજવરના કારણે રસ્તાની એક વર્ષમાં જ દુર્દશા થઇ ગઇ છે. જામજોધપુરથી પાટણ અને મહિકી ગામનો મુખ્ય રસ્તો હોય તાકિદે મરામતકાર્ય કરવા મામલતદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

જામજોધપુરમાં રહેતા મિલન ગઢવી દ્વારા મામલતદારને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યું છે કે,જામજોધપુરના પાટણથી મહિકી વચ્ચેના રસ્તાનું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એક વર્ષ પુર્વે જ રસ્તો બનાવવામાં આવ્યો છે.પરંતુ ભારે વાહનોની અવરજવરના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે.અને કોંક્રીટ બહાર આવી ગય છે.જામજોધપુરના પાટણથી મહિકી ગામ વચ્ચેના 5 કિલો મીટરનો રસ્તો એક વર્ષ પુર્વે જ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે.પરંતુ ભારે વાહનોના અવર જવરના કારણે રસ્તાની હાલત ખખડધજ બની છે.

X
Jam Jodhpur - પાટણથી મહિકી વચ્ચેના રોડની એક વર્ષમાં દુર્દશા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App