જામજોધપુર સ્વામિ. મંદિરના સ્વામી અક્ષરનિવાસી થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરસ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી ભગવત ચરણદાસજી શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યે અક્ષરનિવાસી પામ્યા હતા. સ્વામી ભગવતચરણદાસજીએ જામજોધપુરમાં અનેક સત્સંગ વિકાસ તેમજ માનવ ઉત્થાન કાર્યો પોતાની આગવી સૂઝબૂઝથી કર્યા હતા. જામજોધપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના કરી તેમજ અનેક શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિ ઊભી કરી હતી તેમજ રાધારમણદેવ સત્સંગ વિકાસ પરિષદના પ્રમુખ પદે રહી અનેક નૂતન મંદિરના નવ નિર્માણ કરી અનેક ઉત્સવો કર્યા હતાં.

શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી અક્ષરનિવાસ થયાના સમાચાર જામજાેધપુર સહિત આજુબાજુ પંથકમાં મળતાની સાથે હરિભકતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. શુક્રવારના તેમના પાર્થિવદેહના અંતિમ દર્શન હરિભકતો ઉપરાંત સામાજિક સંસ્થાના અગ્રણીઓ, સામાજિક તેમજ આગેેવાનો, રાજકીય આગેવાનો સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ શહેરોમાંથી સંતો-મહતો તથા જામજોધપુર શહેરની આજુબાજુના ધાર્મિક સંસ્થાઓના વડાઓ સ્વામીના દર્શનાર્થે પધાર્યા હતાં.

સ્વામિના પાર્થિવદેહને શનિવારના સવારે 9 વાગ્યે સ્વામિનારાયણ મંદિરેથી પાલખી યાત્રા કાઢવામાં આવશે અને અંતિમ સંસ્કારવિધી કરાશે જેમાં શહેરીજનો સહિતના લોકો પાલખીયાત્રામાં વિશાળ સંખ્યામાં જોડાશે. સમાચાર મળતાની સાથે જામજોધપુર સહિતના હરીભકતોમા શોકની લાગણી જોવા મળતી હતી.

જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી ભગવત ચરણદાસજી શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યે અક્ષરનિવાસી પામ્યા હતા.

પાલખીયાત્રામાં અનેક સંતાે-મહંતો સહિત અગ્રણીઓ જોડાશે

વહેલી સવારે સમાચાર મળતા હરિભક્તોમાં શોકનું મોજું

અન્ય સમાચારો પણ છે...