તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપાસમાં ઇયળો તેમજ મગફળીમાં મુંડાના પગપેસારાથી વ્યાપક નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલપુરતાલુકાના ખેડુતો કપાસ તથા મગફળીનું વાવેતર કરેલ છે અને ચાલુ સાલે પણ મોટા ભાગના ખેડુતોએ કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરેલ છે તથા અમુક ખેડુતોએ મગફળીનું વાવેતર કરેલ છે.

પરંતુ ખરાબ વાતાવરણના હિસાબે લાલપુર તાલુકામાં કપાસના પાકમાં ગુલાબી ઇયળો તથા મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધી જવાથી તેમજ છેલ્લે વરસાદ નહી થતાં ખેડુતોના મગફળી તથા કપાસના પાકો નિષ્ફળ જાય તેવી ભીતી ઉભી થયેલ છે. જેથી ચાલુ વર્ષમાં લાલપુર તાલુકાને પુરતા પ્રમાણમાં વિમાની રકમ મળે તે અંગે રાજેશભાઇ વલ્લભભાઇ અઘેરા તથા દિપકભાઇ કુરજીભાઇ તથા અન્ય ખેડુતો દ્વારા અંગે ચીમનભાઇ ધરમશીભાઇ શાપરીયા ઉર્જ અને કૃષિ મંત્રીને લેખિતમાં રજુઆત કરી છે અને ન્યાય આપવવા માંગણી કરેલ છે.

લાલપુર તાલુકાના ગજણા ગામ સહિતના ખેડુતો મુખ્યત્વે કપાસના પાકનું વાવેતર કરતા હોય છે અને સાલુ સાલે પણ ગજણા ગામના ખેડુતો સહિતના મોટા ભાગના ખેડુતો દ્વારા કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે, પરંતુ ચાલુ સાલે ખરાબ વાતાવરણનાં કારણે અત્યારે કપાસના પાકની અંદર ગુલાબી પ્રકારની ઇયળો આવી ગયેલ છે તો ઇયળોને નિયંત્રણ કરવા માટે કોઇપણ જાતનો પ્રકારનો કીમીયો કામ લાગતો નથી જેના કારણે ખેડુતો દ્વારા કપાસ ઉપાડી ઢોરને ચરીયાણ તરીકે ઉપયોગ લેવાય છે જેથી ખેડુતોનો કપાસનો પાક િનષ્ફળ જવાના કારણે ખેડુતોને આર્થિક મોટો ફટકો પડ્યો છે.ખેડુતોને વિમાનો લાભ મળે તે અંગે યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

વીમા માટેનો ટોલ ફ્રી નંબર લાગતો નહીં હોવાની રાવ જામજોધપુરતાલુકાના ખેડુતોનો મગફળીનો પાક મુંડા અને ગુલાબી ઇયળને કારણે બગડી ગયો છે ત્યારે પાક વિમો લેવા માટે પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર આપેલ છે તે લાગતો નથી તેમજ જેતે તાલુકા પંચાયતમાં પાક વિમાનો લાભ લેવા માટેના આડેધડ ફોર્મ નિકળી પડયા છે તે ફોર્મ માન્ય પ્રાપ્ત છે કે કેમ તેમનું માર્ગદર્શન મળતું નથી તેમજ ફોર્મ દેવા માટે જામજોધપુર તાલુકા પંચાયતમાં ખેડુતો અનેક ધકકા ખાય છે પણ કોઇ જવાબદારી સ્વીકારવા વાળું નથી આમ ખેડુતો હેરાન-પરેશાન છે અને પ્રધાનમંત્રી પાક વિમા યોજનાનો લાભ મળતો નથી.

ઓણ સાલ વરસાદ થતાં પાક સદંતર નિષ્ફળ જવાની પણ દહેશત

અન્ય તમામ તાલુકાની સરખામણીમાં લાલપુરમાં નુકસાની વધારે

અન્ય સમાચારો પણ છે...