• Gujarati News
  • હળવદશહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે હળવદ

હળવદશહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે હળવદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદશહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે હળવદ શહેરનાં સરા ચોકડી પાસે ફૂટપાથ પર બેસતા શાકભાજીના 5 થી 7 વેપારીઓને હટાવાયા હતાં. તેમજ સરા રોડથી શરણેશ્વર રોડ પર 18 જેટલા લારી ગલ્લાવાળાઓનું દબાણ હટાવી કામગીરી હાથ ધરી હતી. આથી દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લાવાળાનાં કારણએ ટ્રાફિક સમસ્યા પ્રશ્ન સતાવી રહ્યો હતો.

જેમાં હળવદ વૈજનાથ ચોકડી પાસે ફૂટપાથ પર શાકભાજી વેચતા 5 થી 7 વેપારીઓ દ્વારા કરાયેલુ દબાણની રાવ ઉઠી છે. આથી પાલિકા પ્રમુખ અજયભાઇ રાવલ, પાલિકા એન્જિનિયર જે.એમ.પરમાર, હળવદ પી.એસ.આઈ. એ.પી.પટેલ તેમજ પાલિકા સ્ટાફે દબાણ હટાવ્યું હતું. ઉપરાંત શહેરના સરા રોડથી પરશુરામ મંદિર રોડ પર પાણીપુરી, ભેળ, ભજીયા, દાબેલી, આઇક્રીમ સહિતનાં 18 જેટલા ખાણીપીણી વેપારીઓ દબાણકર્તા માલુમ પડયા હતાં. આથી તેઓના દબાણોને પણ હટાવી લેવાયા હતાં.

જયારે શહેરમાં 25 જેટલા લારીગલ્લા ટ્રાફિકર અડચણરૂપ દબાણો હટાવી લેવાયા હતાં. અંગે હળવદ પાલિકા પ્રમુખ અજયભાઈ રાવલે જણાવ્યું હતું કે, વૈજનાથ ચોકડી પાસે લારીગલ્લા હટાવી લેવાની સૂચનાઓ આપી છે. બે દિવસમાં સ્વૈચ્છિક હટાવી લેવામાં નહીં આવે તો ફરીથી દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવશે.હજુ પણ દબાણ ઝુંબેશ ચાલશે અને તેના માટે તંત્ર સજ્જ થઇ ગયું છે દબાણ હટાવ ઝુંબેશ ચલાવશે કે નહીં તે અંગે હવે િનર્ણય લેવામાં આવશે.

{શહેરના વિવિધ વિસ્તારોમાંથી રપ દબાણો હટાવાયા

હળવદ શહેરમાં દબાણનો રાફડો દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઇ