તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરા રોડ ભૂર્ગભ ગટર ખુલ્લી રહેતા વાહનચાલકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગટર ખુલ્લી કારણે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય

હળવદશહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂર્ગભ ગટરનુ કામ પાલિકા દ્રારા પૂર્ણ કર્યું છે. પરંતુ અમુક વિસ્તારમાં ભૂર્ગભ ગટરનુ ખુલ્લી રહેતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે તંત્ર દ્રારા સત્વરે ગટરનુ બુરાણ કરે તેવી માંગ ઉઠી છે.

હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જળવાઈ રહે અને ઘરનુ ગંદુ પાણી શેરીમાં વેડફાઈ અને ગંદકી ફેલાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ભૂર્ગભ ગટર બનાવી છે. પરંતુ હળવદના વિવિધ વિસ્તારમાં ગટરમાં પાણી ભરવાની અને ભૂર્ગભ ગટર ખુલ્લી હોવાની ફરિયાદ ઉઠી છે.

હળવદના વોર્ડ નંબર પાંચના સરા રોડ પર ઘણા સમયથી ભૂર્ગભ ગટર ખુલ્લી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ખુલ્લી ગટર હોવાથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

અંગે બાબુભાઈ, મનિષભાઈ જણાવ્યા પ્રમાણે કે અમારા વિસ્તારમાં ઘણા સમયથી ભૂર્ગભ ગટર ખુલ્લી રહેતા અમારે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. અને રાત્રીના સમયે અંધારપટથી અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે તાત્કાલીક પાલિકા તંત્ર દ્વારા ખુલ્લી ગટરને ઢાંકવાની વ્યવસ્થા કરે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...