તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢવાણા - કોયબાનો ગામનો પુલ જર્જરીત થતા વાહનચાલકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદતાલુકા અમુક ગામોના રસ્તા , નાળા અને કોઝવે બિસ્માર જર્જરીત હાલતમાં હોવાથી હળવદ તાલુકાના ગ્રામિણ વિસ્તારના લોકોની ફરિયાદ ઉઠી છે. ત્યારે હળવદના કોયબા - ઢવાણામાં પુલ અને કોઝવે બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને ખેડૂતોઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

હળવદ તાલુકાના છેવાડાના ગામોના રસ્તા, નાળા અને કોઝવે બિસ્માર અને જર્જરીત હાલતમાં હોવાથી ગ્રામિણ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે હળવદ તાલુકાના જુના ઢવાણા ગામથી નવા ઢવાણાનો પુલ અને જૂના કોયબાથી નવા કોયબાનો પુલ તેમજ કોયબાથી ઢવાણાનો કોઝવે ત્રણે જગ્યાએ ભારે વરસાદના પગલે રોડનુ ધોવાણ થતા જર્જરીત અને બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને ખેડૂતોઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

અંગે હરદેવસિંહ ઝાલા, રમેશભાઈ વગેરેએ જણાવ્યું કે અમારા ગામનો કોઝવે અને પુલ ઘણા સમયથી ખખડધજ અને જર્જરીત બિસ્માર હાલતમાં હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આથી તંત્ર દ્વારા સત્વરે સમારકામ કરે તેવી ગામલોકોની માંગ ઉઠી છે.

જર્જરીત પુલ હોવાથી ત્રણ ગામના સ્થાનિક અને ખેડૂતોને પણ હાલાકી

અન્ય સમાચારો પણ છે...