તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીકરના બસસ્ટેશનમાં પાયાગત સુવિધાનો અભાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદતાલુકાના ગ્રામીણ વિસ્તારના બસસ્ટેશનમાં વિવિધ સુવિધાના અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે હળવદના ટીકર ગામના બસસ્ટેશનમાં પીવાના પાણી અને મુસાફરોને બેસવા માટે બાકડા અને રાત્રીના સમયે લાઈટ હોવાથી અંધારપટની ફરિયાદ ઉઠી છે.

ટીકર ગામમાં સરકાર દ્વારા થોડા સમય પહેલા બસસ્ટેશન બનાવ્યા છે. પરંતુ વિવિધ સુવિધાના અભાવથી બસસ્ટેશનો શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. જેથી મુસાફરોને મજબૂર બની બસસ્ટેન્ડ બહાર બેસવુ પડી રહ્યું છે. અંગે મુસાફર લાલભાઈ, કાનજીભાઈ જણાવ્યું કે ટીકર ગામે બસસ્ટેશન બનાવેલ પરંતુ લાઈટ પાણી અને મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા હોવાથી અમારે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. અને લાઈટ હોવાના કારણે રાત્રીના સમયે અંધારપટ જોવા મળે છે. આથી તંત્ર દ્વારા સત્વરે સુવિધાઓ પુરી પડાય તેવી મુસાફરોની માંગ ઉઠી છે.

હળવદ તાલુકાના ટીકર બસસ્ટેશન ખરાબ હાલતમાં

પીવા પાણી તેમજ બેસવા માટે બાંકડા નથી

અન્ય સમાચારો પણ છે...