તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST બસમાં રોફ જમાવનાર જમાદાર સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીજિલ્લામાં ફરજ બજાવતા જમાદારે શનિવારે ખાખીના રોફ જમાવીને એસ.ટી. બસમાં ટીકીટ વિના મુસાફરી કરી હતી અને હળવદથી મોરબી સુધી ટીકીટ લીધા વિના આવ્યા બાદ મામલે ભારે હંગામો સર્જાયો હતો અને બસના કંડકટર સાથે પણ બોલાચાલી કરી હતી. આથી એસ.ટી.ના કર્મચારીઓ બસને સીધી પોલીસમથક લઇ ગયા હતા અને મામલે પોલીસ જમાદાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવતા જિલ્લા પોલીસવડા દ્વારા પોલીસ જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શનિવારના રોજ વડનગર-જામનગર રૂટની બસમાં હળવદથી મોરબી આવવા માટે પોલીસના એક જમાદાર બસમાં બેઠા હતા જેની પાસેથી કંડકટર દ્વારા ટિકીટ માંગવામાં આવતા પોલીસના જમાદારે ટિકીટ લેવાનો ઇનકાર કરીને ખાખીનો રોફ જમાવવાની કોશિશ કરી હતી પરંતુ બસના કંડકટરે ટિકીટ લેવાનો આગ્રહ રાખ્યો હતો અને મામલે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકયો હતો. આથી બસ ડેપોમાં લઇ જવાને બદલે સીધી પોલીસમથકમાં લઇ જવામાં આવી હતી પરંતુ ત્યાં કોઈ ન્યાય મળતા બસને જિલ્લા પોલીસવડાની કચેરીએ લઇ જઈને જમાદાર સામે પગલા ભરવાની માંગ કરી હતી. બસના કંડકટર સાથે મુસાફરોએ પણ આક્રોશ વ્યક્ત કરતા ખાખીનો રોફ જમાવનારા જમાદાર વિરુદ્ધ જિલ્લા પોલીસવડાએ કાર્યવાહી કરી હતી અને વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા પોલીસ જમાદાર પ્રવીણભાઈ પટેલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં ગુંડા તત્વો તો ઠીક પણ ખાખીનો ત્રાસ પણ છાશવારે જોવા મળતો હોય છે. પ્રજાના રક્ષક પોતાને માલિક સમજતા થઈ જાય ત્યારે સામાજિક પતનની નિશાની જોવા મળે છે. મોરબીમાં હજુ ગત સપ્તાહે રીક્ષાચાલકોએ પોલીસના ઉઘરાણા સામે વિરોધ કરીને ચક્કાજામ કર્યો હતો અને નિયમિત હપ્તા આપતા હોવા છતાં રોજ પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારે ફરીથી ખાખીનો રોફ સામે આવ્યો છે જેથી સવાલ થાય કે ખાખીની દાદાગીરી બંધ થશેω કે પછી જેમ ચાલ્યું આવે છે તેમ ચાલતું રહેશેω

ખાખીની દાદાગીરી ક્યારે બંધ થશે ω?

શનિવારે જમાદારે હળવદથી મોરબી સુધી ટિકિટ લીધા વગર મુસાફરી કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો