તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Halvad
 • હળવદ બગીચામાં સ્ટ્રીટલાઇટ બંધ રહેતાં વ્રત કરતી બાળાઓ પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદ બગીચામાં સ્ટ્રીટલાઇટ બંધ રહેતાં વ્રત કરતી બાળાઓ પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદનાસામતસર તળાવ કાંઠે આવેલ બગીચામાં પાલિકા દ્વારા રમત ગમતના સાધનો અને હરવા ફરવા માટે પેવર બ્લોકનો રસ્તો બનાવેલ છે. પરંતુ ઘણા સમયથી રાત્રીના સમય દરમ્યાન સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે. હાલ જયા પાર્વતી ના વ્રત ચાલતા હોવાથી રાત્રીના સમયે આવતી બાળાઓ અને યુવતી ઓને ભારે હાલાકી અને મુસીબતોનો સામનો કરવો પડે છે.

હળવદવાસીઓને હરવા ફરવા માટે સામતસર તળાવ કાંઠે બગીચો એક માત્ર સ્થળ છે. પરંતુ રાત્રી દરમ્યાન ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો મોટા ભાગે બંધ જોવા મળે છે. ત્યારે બગીચામાં રાત્રે અંધારાપટ જેવી સ્થિતિ સર્જાય છે. હાલ બાળાઓ અને યુવતીઓને મોળાકત જયા પાર્વતીના વ્રત ચાલુ છે. બે દિવસ બાદ બાળાઓ અને યુવતીઓના જાગરણ આવશે ત્યારે તેઓ બગીચે જાય છે. આથી હળવદ નગર પાલિકા તંત્ર દ્વારા સત્વરે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી બગીચાના અંધારા ઉલેચે તેવી લોક માંગ ઉઠી છે.

અંગે જ્યોતિબેન,માનસીબેન સહિતનાઓના જણાવ્યું હતું કે અમો રાત્રીના સમયે સામતસર તળાવ કાંઠે આવેલ બગીચામાં હરવા ફરવા આવીએ છીએ. પરંતુ બગીચામાં સ્ટ્રીટલાઇટો બંધ હોવાથી અમોને અંધારામાં હરવાથી હાલાકી અને અંધારાના કારણે ડર લાગે છે. ત્યારે અમારા બે દિવસ પછી વ્રત પુરા થતા રાત્રી જાગરણ હોવાથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરે તેવી અમારી માંગ છે.

હળવદના બગીચામાં સ્ટ્રીટલાઇટ બંધ હાલતમાં હોવાથી સાંજના સુમારે વ્રત કરતી બાળાઓને ફરવામાં હાલાકી વેઠવી પડતી હોય છે. તસવીર-ભાસ્કર

જયા પાર્વતીનું વ્રત ચાલી રહ્યું છે, ત્યારે રાત્રે આવતી બાળાઓને પડતી હાલાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો