તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Halvad
 • હળવદમાં 6 માસથી પીવાનું પાણી મળતા મહિલાઓનો પાલિકામાં દેકારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદમાં 6 માસથી પીવાનું પાણી મળતા મહિલાઓનો પાલિકામાં દેકારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં અણધડ વહીવટના કારણે પાણીની બુમરાડો ઉઠવા પામી છે.હળવદની રૂદ્રપાર્ક સોસાયટીમાં 150 થી 200 રહિશોને પીવાનું પાણી છેલ્લા માસથી મળતુ નથી. આથી સોસાયટીની મહિલાઓનું ટોળુ પાલિકા ખાતે ધસી જઇ હંગામો મચાવ્યો હતો. મહિલાઓના ટોળાએ રજૂઆત કરીને જણાવ્યુ ક઼ે હળવદ પાલિકા દ્વારા માસથી પાણી વિતરણ કરાતુ નથી અમારે પાણી પૈસા ખર્ચીને મેળવવુ પડે છે. ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે પીવાનું પાણી મળી રહે તેવુ વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી .

હળવદ નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી નહી મળતુ હોવાથી સ્થાનિક રહીશોની ફરિયાદ ઉઠવા રહી છે. બે દિવસ પહેલા ચોત્રાફળી વિસ્તારમાં પીવાના પાણી નહી મળતા હોવાની રજૂઆત સ્થાનિક રહિશોએ કરી હતી. તેની હજુ શ્યાહી સુકાઇ નથી ત્યાં બુધવારે શહેરના રૂદ્રપાર્ક સોસાયટીમાં રહેતા 150 થી 200 રહિશોને છેલ્લા 6 માસથી પીવાનું પાણી નહી મળતુ હોવાની બુમરાડો ઉઠવા પામી છે. વિસ્તારની રહેવાસી 30 થી 40 મહિલાઓનું ટોળુ પાલિકા કચેરીએ રજૂઆત કરવા ધસી જઇ દેકારો કર્યો હતો. અંગે રૂદ્રૃપાર્ક સોસાયટીના રહેવાસી ભાવનાબેન પટેલ, ગોપાલભાઇ, દિલિપભાઇ, નીતાબેન પટેલ સહિતનાઓના જણાવ્યુ કે અમારી સોસાયટીમાં છેલ્લા માસથી પીવાનું પાણી મળતુ નથી. જેના કારણે અમારે પૈસા ખર્ચીને પીવાના પાણીનું ટેન્કર મંગાવવુ પડે છે. હળવદ પાલિકામાં અનેકોવાર રજૂઆત કરવા છતા પીવાનું પાણીની સમસ્યાનો કોઇ હલ થતો નથી. આગામી સમયમાં પ્રશ્ન જો હલ નહીં કરવામાં આવેતો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

પાલિકામાં રજૂઆત છતાં પ્રશ્ન હલ નહીં થતા આંદોલનની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો