તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ હાઇવે પર અકસ્માત થતા એકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદમાર્કેટીંગ યાર્ડમાં મજૂરી કામ કરતા અને મૂળ રાજસ્થાનના બાડેમરના 19 વર્ષનાં ચંદ્રકુમાર ઉર્ફે સંયાલાલ વીરઘારામ મારવાડી કામ અર્થે હાઇવે રોડ પેટ્રોલપંપ તરફ બાઇક લઇને જતાં હતા. ત્યારે હળવદનાં બિજલ રાઠોડ સાઇકલ લઇને પસાર થતા હતાં. દરમિયાન બાઇકસવાર અને સાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇકસવાર ચંદ્રકુમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બિજલભાઈ અને ચંદ્રકુમારને હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયા હતાં. પરંતુ ચંદ્રકુમારનું ગંભીર ઇજાઓનાં કારણે સારવાર મળે તે પહેલા મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...