• Gujarati News
  • બહુરૂપી લોકપરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ

બહુરૂપી લોકપરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનાફાસ્ટ યુગમાં વર્ષોની પરંપરા બહુરૂપીની કળા દિવસે દિવસે લુપ્ત થતી જાય છે. ત્યારે મૂળ જૂનાગઢ જિલ્લાનો 32 વર્ષનાં યુવાન હળવદમાં છેલ્લા 15 દિવસથી રોજ જુદા જુદા વેશધારણ કરી હળવદવાસીઓને મનોરંજન પુરૂ પાડે છે. કોઇ દિવસ રબારણ, નર્સ, ગબ્બરસિંહ સહિતનાં વેશો ધારણ કરી હળવદ ગામને ઘેલુ કર્યુ હતું.

ઘણા વર્ષો પહેલા ફિલ્મન દુનિયા હતી. ત્યારે લોકોને નાટક અને વેશ ધારણ કરીને લોકો મનોરંજન માણતા હતાં. પરંતુ આજના ફાસ્ટ યુગમાં લોકો ફિલ્મી દુનિયા તરફ વળ્યા છે. ત્યારે વર્ષોથી લુપ્ત થતા બહુરૂપી કળા હળવદમાં જોવા મળી છે. વર્ષો બાદ એક બહુરૂપી મૂળ જૂનાગઢના અને હળવદમાં છેલ્લા 15 દિવસથી રહેતા 32 વર્ષના નરેશભાઈ નરોત્તમભાઈ રાઠોડ હળવદવાસીઓને ઘેલુ લગાડી રહ્યાં છે. નરેશભાઈ 12 વર્ષના હતા ત્યારથી જુદા જુદા શહેરોમાં જઇને બહુરૂપી વેશ ધારણ કરી લોકોને મનોરંજન પૂરૂ પાડે છે.

ત્યારે હળવદમાં રબારણ, નર્સ, ગબ્બરસિંહ, આર્મી, પોલીસ, પાગલ, લુહાર, રાજસ્થાની રાજપૂત સહિતના પાત્રો ભજવી હળવદ શહેરને ઘેલુ કર્યુ છે.

અંગે બહુરૂપી નરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, પરંપરાથી રાજા રજવાડી વખત અમારા બાપદાદાનો બહુરૂપીની કળા કરતા હતા. કળા જાળવી રાખવા હું છેલ્લા 20 વર્ષથી બહુરૂપીની કળા કરી હળવદ શહેરના લોકોનાં મનોરંજન આપુ છે. તેમજ સૌરાષ્ટ્ર, અમદાવાદ,વડોદરા, ભૂજ, ગાંધીધામ, રાજકોટ, સુરત, જૂનાગઢ, પોરબંદર જેવા વિવિધ શહેરોમાં બહુરૂપી કરી હાલ મોરબી જિલ્લાનાં હળવદ શહેરમાં આવ્યો છું. ત્યારે ગામ લોકો અને વેપારીઓનો સહકાર ખૂબ રહે છે.