હળવદમાં 2 ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય-શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા

હળવદતાલુકામાં બુધવારે રાત્રે અને ગુરૂવારે સવારથી સાંજ સુધી ધીમેધાર વરસાદ પડયો હતો. જેમાં હળવદ શહેરમાં બે ઇંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાની રહીશોની ફરિયાદ ઉઠવા પામી હતી.

હળવદ પંથકમાં બુધવારે મોડી રાત્રે અને ગુરૂવારે સવાર થી મોડી સાંજ સુધી સતત વરસાદ પડયો હતો. ધીમી ધારે વરસાદ પડતા ગ્રામ્યવિસ્તારમાં કાદવ કિચડ જામ્યા હતાં. જ્યારે હળવદ શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના સરારોડ, ટીકરરોડ, ગોરી દરવાજા, રેલ્વેસ્ટેશન સામે, બસસ્ટેશન પાછળ સહીતના વિસ્તારમાંક વરસાદી પાણી ભરાતા રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...