• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • મોરબીમાં બોર્ડની પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર અંગે યાદી

મોરબીમાં બોર્ડની પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર અંગે યાદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીજિલ્લામાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં ફેરફાર થતા બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે જેથી બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ નવા પરીક્ષા કેન્દ્ર નોંધી લેવા જણાવ્યું છે.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવ્યું છે કે ધોરણ ૧૦ માં હળવદ કેન્દ્રમાં એલ.એન. મહેતા હાઈસ્કૂલ હળવદના બ્લોક નં ૭૩ થી ૮૦ જે વિદ્યાર્થીઓને હોલ ટીકીટમાં ફાળવવામાં આવેલ છે તેવા વિદ્યાર્થીઓને બધા વિષયોની પરીક્ષા તક્ષશિલા વિદ્યાલય સરા રોડ, હળવદ ખાતે આપવાની રહેશે તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં મોરબી કેન્દ્રમાં જે વિદ્યાર્થીઓની હોલ ટીકીટમાં એન.જી.મહેતા હાઈસ્કૂલ મોરબી-૨ પરીક્ષા કેન્દ્ર ફાળવ્યું છે તેવા વિદ્યાર્થીઓને ઉમા વિદ્યાલય, વેજીટેબલ રોડ, સામાકાંઠે મોરબી-૨ ખાતે પરીક્ષા આપવાની રહેશે જેથી તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં થયેલા ફેરફારોની નોંધ લે તેમ શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં જણાવ્યું છે.

બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ નવા પરીક્ષા કેન્દ્ર નોંધી લેવા જણાવ્યું

અન્ય સમાચારો પણ છે...