તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવાસ બુકિંગમાં પ્રજાની પણ ‘સરકારી’ નીતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે હળવદ નગરપાલિકા દ્વારા આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવાનું શરૂ કર્યું. ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા ભવાનીનગર ઢોરા વિસ્તારમાં 823 જેટલા આવાસો બનાવ્યા હતાં. પરંતુ 250 લાભાર્થીઓના અરજીફોર્મ આવ્યા હતા. ત્યારે હાલ પાલિકા દ્વારા બનાવાયેલા 823 આવાસોમાં ગરીબો અને મધ્યમવર્ગના લોકો લેવાનું ટાળે છે કે શુંω કે પછી ઝુંપડ પટ્ટી વિસ્તાર હોવાના કારણે આવાસ લેતા નથીω.

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહયોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું ઘરનું ઘર મળી રહે તે માટે જિલ્લા અને તાલુકામાં પાલિકા મારફત આવાસ યોજના દ્વારા મકાનો બનાવવાની યોજના ચાલુ છે. હળવદમાં બે વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમા 823 જેટલા આવાસો બનાવ્યા છે. ત્યારે પાલિકા દ્વારા દરેક વોર્ડના સભ્યોને આવાસના ફોર્મ વિતરણ મામલે બેઠક પણ બોલાવાઇ હતી. પરંતુ 823 આવાસો સામે ફક્ત 250 લાભાર્થીઓએ 2000 જેટલી ડીપોઝીટ ભરીને મકાન બુક કરાવ્યા હોવાની અરજી ફોર્મ ભર્યા છે. પરંતુ 573 જેટલા આવાસોનું પાલિકા તંત્રએ લાભાર્થીઓ ફોર્મ ભરે તેની રાહ જોવી પડશે. ત્યારે હાલતો પાલિકા દ્વારા ટૂંક સમયમાં આવાસોનું લોકાર્પણ કરવાનું આયોજન કરી રહ્યા છે. પરંતુ અન્ય આવાસોનું શું થશેω તેવુ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે અંગે લોકોએ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમવર્ગને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસો બનાવ્યા છે. પરંતુ આવાસોના ફોર્મ ભરાવા અરજીઓની ડીપોઝીટ આવવી મુખ્ય કારણો છે કે ભવાનીનગર લાંબી દેરી વિસ્તારમાં ઘણા બધા ઝુંપડપટ્ટી વિસ્તારોના લોકો સરકારી જમીનમાં વસવાટ કરે છે. જેના કારણે અરજીફોર્મ ઓછા આવે છે.

અંગે હળવદ પાલિકાના એન્જિનિયર જે.એમ.પરમારને પૂછતા તેમ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આવાસોના ફોર્મ 4000 જેટલા વિતરણ કરાયા છે. તેમાંથી 250 ફોર્મ ડીપોઝીટ સાથે પરત આવેલ છે. બાકીના ફોર્મ અરજીની ડીપોઝીટ આવી નથી.

ગરીબ - મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આવાસ યોજના અમલમાં મૂકાઇ છે

પ્રજામાં ઉદાસિનતા|હળવદ પાલિકા દ્વારા તૈયાર કરાયેલા 823 આવાસ માટે માત્ર 250 અરજી આવી : 573 ખાલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો