તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મનરેગા સારી યોજના..પણ મહેનતાણુ ઓછુ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના અંતર્ગત મનરેગા યોજનાનો મુખ્ય હેતુ તાલુકાના જોબકાર્ડ ધારકોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવી અને સરકારની વિવિધ યોજના અંતર્ગત મજૂરી કામ કરવાનું છે. તેમાં હળવદ પંથકના 69 ગામોમાં 9393 જોબકાર્ડ ધારક છે. ત્યારે સરકારે જાહેર કરેલી યોજના મુજબ ગરીબ અને અનુસૂચિત જાતિની વિધવા ખેડૂતોને ખેતરવાડીમાં પાણી સંગ્રહ કરવા માટે ખેત તલાવડી બનાવવાની હતી. પરંતુ હળવદમાં છેલ્લા આઠ વર્ષથી એકપણ ખેત તલાવડી નહી બની હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જયારે ખેત તલાવડી નહી બનવાનું મુખ્ય કારણ શ્રમીકોને રૂપિયા 178 મહેનતાણુ દરરોજ પોષાતુ નથી.

કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાયંધરી યોજના અંતર્ગત મનરેગા યોજનામાં જિલ્લા પંચાયત દ્વારા જે તે તાલુકા પંચાયત મારફત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી તાલુકામાં ગરીબ અને મધ્યમવર્ગના ખેડૂતોને આપવાના હોય છે. ત્યારે હળવદ તાલુકા પંચાયત હેઠળ આવતા 69 ગામોમાં તાલુકા પંચાયત દ્વારા જોબકાર્ડ ધારકનું ઘણા સમય સર્વે કરાયુ હતુ. જેમાં તાલુકાના જુદા જુદા ગામો 9393 જોબકાર્ડ ધારકો છે. ત્યારે સરકારે વર્ષ 2008માં ગરીબ અને મધ્યમવર્ગ, વિધવા, અનુસૂચિત જાતિના ખેડૂતોને પોતાની ખેતરવાડીમાં પાકને પિયત માટે પાણી સંગ્રહ કરવા માટે ખેત તલાવડીની યોજના બહાર પાડી છે. પરંતુ હળવદ તાલુકાના 69 ગામો છેલ્લા 8 વર્ષમાં એકપણ ખેત તલાવડી બની હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ત્યારે સરકાર દ્વારા જોબકાર્ડ ધારકોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપી દરરોજનું 178 રૂપિયા મહેનતાણુ આપવાનું નક્કી કરાયુ છે. અંગે વેગડવાવ ગામના એક જોબકાર્ડ ધારકે નામ નહી આપવાની શરતે જણાવ્યુ કે, સરકારે અમોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવાની યોજના સારી છે. પરંતુ દરરોજ મહેનતાણુ રૂપિયા 178 ઓછુ કહેવાય. આવી કાળઝાળ મોંઘવારીમાં પોષાય તેમ નથી. તાલુકાના ખેડૂત ઘનશ્યામભાઇ રાજપૂત, લવજીભાઇના જણાવાયા મુજબ સરકારની ખેત તલાવડી બનાવવાની યોજના સારી છે. પરંતુ અમો અમારી વાડીમાં બોર અને નર્મદાના નીર આવતા ખેત તલાવડીની જરૂર પડતી નથી. માટે અમોએ ખેત તલાવડીની યોજનાનો લાભ લીધો નથી.

~ 178 દૈનિક ભથ્થુ|હ‌ળવદ પંથકમાં મનરેગા અંતર્ગત 9393 જોબધારક છતાં 8 વર્ષમાં એક પણ તલાવડી બની

તાલુકા વિકાસ અધિકારી, હળવદ

{ખેત તલાવડી નહી થવાનું કારણ શું ω? સામાન્યખેડૂતોને જમીનના અભાવે અને અમુક ગામોમાં પથરાળ જમીનને લીધે ખેત તલાવડી બની નથી.

{જોબકાર્ડધારકોનો મહેનતાણુ ઓછુ છે, સાચી વાત ω? મહેનતાણુકેન્દ્ર સરકાર નક્કી કરે છે, અમારા લેવલનો પ્રશ્ન નથી.

{ખેતતલાવડી માટેનું શું આયોજન છે ? અમારીકચેરી દ્વારા સરપંચ અને તલાટીને સૂચના અપાઇ છે. પરંતુ હળવદ તાલુકાના ખેડૂતો પગભર હોવાથી ખેત તલાવડી બનાવતા નથી.

અન્ય સમાચારો પણ છે...