• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદ પંથકમાં બ્રાહ્મણોની મોટી નાત, ચૌર્યાસીનુ જમણ પ્રખ્યાત

હળવદ પંથકમાં બ્રાહ્મણોની મોટી નાત, ચૌર્યાસીનુ જમણ પ્રખ્યાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદએટલે લાડવાનુ પર્યાય એક જમાનામાં હળવદના ભૂદેવો ૪૦ લાડવા આરોગી જતા હતા આવા બળુકા ભૂદેવ આજે પણ ૨૦ થી ૨૫ લાડુ સહેલાઈથી આરોગી જાય છે એટલે કહેવાય છે કે, હળવદના લાડુનો ઈતિહાસ અનોખો છે સાથે સાથે એમ પણ કહેવાય છે કે કાશીનુ મરણ અને હળવદના લાડુનુ જમણ.

હળવદમાં ગમે તે જ્ઞાતિના ધાર્મિક, માંગલીક કે પછી ગમે તે પ્રસંગોના જમણવારમાં લાડુ અવશ્ય હોવાથી આમ હળવદ અને લાડુ બન્ને પર્યાય બન્યા છે. દુનિયામાં હળવદ જેટલો લાડુનો જમણવાર ક્યાંય નહી થતો હોય કારણ કે હળવદમાં નાત અને ચૌર્યાસીનુ જમણ સતત ચાલુ હોય છે હળવદમાં જ્ઞાતિ ઉપર બ્રાહ્મણોની પંગતુ પડતી હોય છે.

કોઈ પણ નાતમાં ભૂદેવોને મળવુ હોય તો નાતમાં લાડુનો જમણવાર આપી મળી શકે છે. આજે પણ હળવદ બહાર વસતા વિવિધ જ્ઞાતિના લોકો બ્રહ્મ ભોજન માટે બ્રાહ્મણોને જમડાવવા હળવદ પસંદ કરે છે અને તેના મુખ્ય મેનુ લાડુ હોય છે.

લાડુનું સમગ્ર ગોત્રના ભૂદેવો ભેગા મળી જમણવાર કરે એને બ્રહ્મચોર્યાસી કહેવાય છે. આજે પણ બ્રાહ્મણો દ્વારા યોજાતી બ્રહ્મ ચોર્યાસીમાં ૨૦ થી ૨૫ હજાર ભૂદેવો એક સાથે પંગતમાં બેસીને ભોજન આરોગે છે. બ્રહ્મચોર્યાસીમાં પણ ભૂદેવો સામસામા બેસી લાડુ આરોગવાની સ્પર્ધા યોજતા હોય છે. હળવદના લાડુ ગુજરાત ભરમા પ્રખ્યાત છે.

હળવદના લાડુ ગુજરાતભરમાં પ્રખ્યાત

બળુકા ભૂદેવો 20 થી 25 લાડુ ઝાપટી જાય છે

અન્ય સમાચારો પણ છે...